Get The App

'વર્લ્ડ બાઈસીકલ ડે'ના દિવસે વડોદરના કમાટીબાગમાં સાઇકલો ધૂળ ખાતી પડી રહી

Updated: Jun 3rd, 2024


Google NewsGoogle News
'વર્લ્ડ બાઈસીકલ ડે'ના દિવસે વડોદરના કમાટીબાગમાં સાઇકલો ધૂળ ખાતી પડી રહી 1 - image


World Bicycle Day : આજે વર્લ્ડ બાઈસીકલ ડે છે, ત્યારે વડોદરા કોર્પોરેશન દ્વારા કમાટીબાગમાં મોટા ઉપાડે પબ્લિક બાઈસીકલ શેરિંગ સર્વિસ મોટે ઉપાડે શરૂ કરવામાં આવી હતી. જે આજે ધૂળ ખાતી હાલતમાં છે. એક પણ સાઈકલ ચાલી શકે તેવી હાલતમાં નથી. તેના વ્હીલમાંથી હવા નીકળી ગઈ છે. સાંકળથી બાંધી દેવામાં આવી છે અને કોઈને પણ ચલાવવાની ઈચ્છા થાય તો પણ કોને મળવું ક્યાં મળવું તેની પણ કોઈ વ્યવસ્થા જ નથી.

વડોદરા કોર્પોરેશન દ્વારા અમદાવાદ, ઈન્દોર, મુંબઈ, કોચી, નાગપુર અને ઉદયપુરમાં જેમ બાઈસીકલ શેરિંગ સર્વિસ છે તેવું જ વડોદરામાં પણ શરૂ કરવા વિચાર્યું હતું, અને આ માટે કમાટીબાગની પસંદગી કરવામાં આવી હતી. જ્યાંથી દરેક ગેટ પર સાઈકલો મુકવાની વાત હતી. સાઇકલના ઉપયોગ માટે કોર્પોરેશન દ્વારા પબ્લિક બાઈસીકલ સર્વિસની માહિતી માટે ઇંગલિશ અને ગુજરાતીમાં સાઈનબોર્ડ ફૂટપાથ તથા ઇલેક્ટ્રીક પોલ પર મુકવા અને ડિસ્પ્લે દ્વારા પ્રદર્શિત કરવાની પણ વાત હતી. સાયકલિંગ માટેના નિયમો તૈયાર કરવામાં આવ્યા હતા. દરમિયાન સામાજિક કાર્યકરના કહેવા મુજબ વિશ્વ સાઈકલ દિવસ વિશ્વમાં મનાવવામાં આવે છે, ત્યારે કમાટી બાગ ખાતે સાઈકલ સ્ટેન્ડમાં સાઈકલો ધૂળ ખાતી હાલતમાં જોવા મળી છે. તેની ચેનો પણ ઉતરી ગઈ છે. કોર્પોરેશન દ્વારા નાગરિકોના વેરાના રૂપિયાનું આ રીતે પાણી થઈ રહ્યું છે. મોટા ઉપાડે લોકોના સ્વાસ્થ્યની સુખાકારી માટે તે મૂકવામાં આવી, પરંતુ આ સાઈકલોમાં કોઈ પણ જાતના ઠેકાણા નથી કે કોઈ ચલાવી શકે તેવી સ્થિતિમાં નથી. તો લોકો કેવી રીતે વિશ્વ સાઇકલ દિવસ મનાવી શકે તે સવાલ છે. વડોદરા શહેરના પૂર્વ  વિસ્તારમાં સાઈકલ ટ્રેક બનાવવામાં આવ્યો હતો ત્યાં પણ ચલાવી શકાય તેવી સ્થિતિ નથી. જો સાઇકલો સારી સ્થિતિમાં હોત તો લોકોએ આ વિશ્વ સાઈકલ દિનની ઉજવણી કમાટીબાગમાં ચલાવીને કરી હોત. કોર્પોરેશનના હોદ્દેદારોએ પણ બાગમાં આવીને સાઈકલો ચલાવીને ઉજવણી કરવાની જરૂર હતી.


Google NewsGoogle News