કાર પાર્કિગ મુદ્દે ભાયલીની સોસાયટીના સેક્રેટરી ઉપર મેમ્બર દ્વારા હુમલો

પીએસઆઇની ઓફિસમાં પણ ઝઘડો કર્યો ઃ મેમ્બર સામે ફરિયાદ

Updated: Oct 22nd, 2023


Google NewsGoogle News
કાર પાર્કિગ મુદ્દે  ભાયલીની સોસાયટીના સેક્રેટરી ઉપર મેમ્બર દ્વારા હુમલો 1 - image

વડોદરા, તા.22 ભાયલી ખાતે આવેલ સિઝન પલાસ નામની સોસાયટીમાં કાર પાર્કિગ મુદ્દે સોસાયટીના સભ્યએ સોસાયટીના સેક્રેટરીને જાહેરમાં અપશબ્દો બોલી હુમલો કરતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

ભાયલી એસ્સાર પેટ્રોલપંપ નજીક સિઝન પલાસ ખાતે રહેતા રીષી હસમુખભાઇ પટેલે સોસાયટીમાં રહેતા જિગ્નેશ બાપુભાઇ પ્રજાપતિ સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ૧૦ દિવસ પહેલાં સોસાયટીમાં પેવરબ્લોક લગાવ્યા હતાં અને આ કામ તાજુ હતું તે વખતે જિગ્નેશ પ્રજાપતિ પોતાની કાર લઇને આવેલ અને પેવરબ્લોકને નુકસાન કરતા મેં સોસાયટીના વોટ્સએપ ગૃપમાં અને જિગ્નેશના પર્સનલ નંબર પર મેસેજ કરી તમે પણ બીજા બધા જેવું કરો છો, થોડા દિવસ ગાડી પાર્ક ના કરી હોત તો શું થઇ જાત તેમ કહ્યું હતું.

દરમિયાન ગઇકાલે બપોરે સોસાયટીમાં મોટર રિપેરિંગનું કામ ચાલતું હતું અને સોસાયટીના મેમ્બરો પણ એકત્ર થયા હતા તે વખતે જિગ્નેશે આવીને પેવરબ્લોક અંગેના મેસેજ બાબતે અદાવત રાખી મારી સાથે ઝઘડો કરી અપશબ્દો બોલવાનું શરૃ કર્યું હતું. આ વખતે મારી માતા ધર્મિષ્ઠાબેન પણ આવતા જિગ્નેશે તું તારા છોકરાને સમજાવી દેજે નહીં તો સારુ નહી રહે તેમ કહી મારામારી કરી હતી. સોસાયટીના અન્ય મેમ્બરોએ ભેગા થઇને મને બચાવ્યો હતો. આ અંગે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા ગયા ત્યારે પીએસઆઇની ચેમ્બરમાં પણ જિગ્નેશે મારી સાથે ઝઘડો કર્યો હતો.




Google NewsGoogle News