Get The App

પંચ તરીકે સહી કરવા ગયેલા સિનિયર સિટિઝન પર હુમલો

પોલીસને માહિતી આપતો હોવાની શંકા રાખી માર માર્યો

Updated: May 10th, 2024


Google NewsGoogle News
પંચ તરીકે સહી કરવા ગયેલા સિનિયર સિટિઝન પર હુમલો 1 - image

વડોદરા,પોલીસને માહિતી આપી હોવાની શંકા રાખી સિનિયર સિટિઝન પર ત્રણ આરોપીઓએ  હુમલો કરી માર માર્યો હતો. જે અંગે રાવપુરા  પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

બરાનપુરા ચુનારા વાડમાં  રહેતા ગોપાલભાઇ ગેમાભાઇ ચુનારા દરજી કામ કરે છે. રાવપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, ગઇકાલે હું સયાજી હોસ્પિટલની સામે ક્રાઇમ બ્રાંચની ઓફિસે પંચમાં સહી કરવા માટે મને બોલાવ્યો હતો. હું સહી કરીને ઘરે જવા માટે રિક્ષાની રાહ જોતો હતો. સાડા છ વાગ્યે ગાજરાવાડી સીયારામ નગરમાં રહેતો જતીન રમેશભાઇ ચુનારા, બરાનપુરામાં રહેતો ક્રિષ્ના ગોપાલભાઇ ચુનારા તથા ગીતા મંદિરની બાજુમાં રહેતો  અનિષ શનાભાઇ ચુનારા આવ્યા હતા. જતીન મને કહેવા લાગ્યો હતો કે, તું અહીંયા કેમ આવ્યો છે ? તેણે મારી સાથે ઝઘડો શરૃ કરી લાફો મારી દીધો હતો.ક્રિષ્નાએ લોખંડનો સળિયો મને માર્યો હતો. અનિષે પણ મને માર માર્યો હતો. તેઓ કહેતા હતા કે, તું બાળ લગ્નની માહિતી  પોલીસને કેમ આપે છે ? ત્યારબાદ તેઓ જતા રહ્યા હતા.


Google NewsGoogle News