Get The App

પોલીસને જોઇ આવેશમાં આવી રિક્ષા ડ્રાઇવરે ફાંસો ખાઇ લીધો

તાંદલજાના વેપારીનો ગળા ફાંસો ખાઇનેે આપઘાત

Updated: Oct 22nd, 2024


Google NewsGoogle News

 પોલીસને જોઇ આવેશમાં આવી રિક્ષા ડ્રાઇવરે ફાંસો ખાઇ લીધો 1 - imageવડોદરા,નશો કરીને ઘરે ધમાલ કરતા પરિવારના મોભીની હરકતોની પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ તેઓના ઘરે  પહોંચી હતી. જે જોઇને તેમણે ગળા ફાંસો ખાઇ લીધો હતો.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,  કલાલી ખિસકોલી સર્કલ નજીક જય સંતોષી નગર વુડાના મકાનમાં રહેતા ૩૮ વર્ષના ઉમેશભાઇ ગોવિંદભાઇ ગોહિલ રિક્ષા ડ્રાઇવિંગ કરે છે.ગત તા.૧૮ મી એ તેઓ દારૃનો નશો કરીને ઘરે ગયા હતા.  પરિવારજનો સાથે તેઓ માથાકૂટ કરતા  હોઇ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરવામાં આવી હતી. જેથી, પોલીસ તેઓના ઘરે પહોંચી હતી. પોલીસને જોઇને ઉશ્કેરાયેલા ઉમેશભાઇએ રૃમમાં જઇ દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. તેઓએ અંદર જઇને ગળા ફાંસો ખાઇ લીધો હતો. દરવાજાની જાળીનો નકૂચો નાના છોકરા પાસે ખોલાવી અંદર જઇ ઉમેશભાઇને નીચે ઉતારી સારવાર માટે  ગોત્રી  હોસ્પિટલમાં લઇ જવામાં  આવ્યા હતા. ગઇકાલે તેઓનું સારવાર દરમિયાન મોત થયું છે. બનાવ અંગે અટલાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે અન્ય એક બનાવની પોલીસ દ્વારા મળતી માહિતી મુજબ, તાંદલજા મુક્તિનગર સોસાયટીમાં રહેતા  વેપારી વિશાલ પંચાલે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા માટે જે.પી.રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News