વડોદરામાં ચેઇનની ચીલઝડપ યથાવત : એક તરફ અછોડાતોડ પકડાયો તો બીજી તરફ અછોડો તૂટ્યો

Updated: Jun 26th, 2024


Google NewsGoogle News
વડોદરામાં ચેઇનની ચીલઝડપ યથાવત : એક તરફ અછોડાતોડ પકડાયો તો બીજી તરફ અછોડો તૂટ્યો 1 - image


Chain Snatching Crime in Vadodara : વડોદરા શહેરમાં ગઈકાલે અછોડાતોડ પકડાયો હતો તો બીજીતરફ વાસણા રોડ વિસ્તારમાં એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ઘૂસી ગયેલા અછોડા તોડે એક મહિલાનો અછોડો તોડ્યો હોવાનું બનાવ બન્યો છે.

વડોદરા રેલ્વે સ્ટેશન નજીક ક્રાઈમ બ્રાન્ચે ગઈકાલે મનોહરસિંહ નારાયણસિંહ રાજપુરોહિત (શ્રીજી એપાર્ટમેન્ટ, ત્રિકમનગર, વરાછા રોડ, સુરત મૂળ રાજસ્થાન) ને ઝડપી પાડ્યો હતો. અગાઉ છ ગુનામાં સંડોવાયેલો મનોહરસિંહ આણંદ અને વડોદરાના ગોરવા વિસ્તારમાં તૂટેલા અછોડાના બનાવમાં 10 મહિનાથી વોન્ટેડ હતો. જેથી આણંદ અને ગોરવા પોલીસને જાણ કરવામાં આવી છે. 

બીજી તરફ આજે બપોરે 1 વાગ્યાના અરસામાં વાસણા રોડ વિસ્તારના શ્રી એપાર્ટમેન્ટ ખાતે રહેતા સરસ્વતીબેન પુત્રના સંતાનને સ્કૂલમાં મૂકી એપાર્ટમેન્ટમાં પાછા ફરી રહ્યા હતા ત્યારે પાર્કિંગમાં ધસી આવેલો અછોડા તોડ ગળામાંથી સવા તોલાનો અછોડો તોડી ફરાર થઈ ગયો હતો. અછોડા તોડે મોઢે રૂમાલ અને ટોપી પહેર્યા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરી તપાસ હાથ ધરી છે.    


Google NewsGoogle News