Get The App

ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી ઃ પુત્રને જન્મ આપતા તરછોડયો

સગીરા અને માસૂમ પુત્ર બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ ઃ બાળકના પિતા માટે ડીએનએ ટેસ્ટ કરાશે

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારતા સગીરા ગર્ભવતી ઃ પુત્રને જન્મ આપતા તરછોડયો 1 - image

વડોદરા, તા.1 ડભોઇ તાલુકાના બાણજ ગામની સીમમા ઝાડીઓમાંથી મળેલા નવજાત બાળકને તરછોડનાર સગીર માતા સામે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ સગીરા પર અલગ અલગ સમયે ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું બહાર આવતા પોલીસ ચોંકી ગઇ છે.

આ અંગેની વિગત એવી છે કે બાણજ ગામમાં રહેતા રાજેન્દ્ર નરપત બારોટ ગઇકાલે સવારે ખેતરમાં જતા હતા ત્યારે વેમારરોડ પર કેનાલની બાજુમાં ઝાડીઓમાંથી નાના બાળકના રડવાનો અવાજ આવતા તેઓ તે દિશામાં ગયા ત્યારે ઝાડીઓમાં એક નવજાત બાળક મળ્યું હતું. આ અંગે તેમણે તુરંત ૧૦૮ એમ્બ્યૂલન્સને જાણ કરી બાદમાં સરપંચને જણાવ્યું હતું. થોડા સમયમાં ગ્રામજનો પણ ભેગા થઇ ગયા  હતા અને બાદમાં નવજાત બાળકને એમ્બ્યૂલન્સ દ્વારા મોટા ફોફળીયા ખાતેની હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતાં.

તપાસ દરમિયાન આ પંથકમાં રહેતી આશરે ૧૭ વર્ષની એક સગીરાની ઝાડીઓમાં સુવાવડ થતા તેણે બાળકને જન્મ આપ્યો હતો અને ડરના કારણે નવજાત બાળકને મૂકી તે ઘેર આવી ગઇ હતી તેમ જાણવા મળ્યું હતું.  બાદમાં માતાને પણ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. આ બનાવ અંગે રાજેન્દ્રભાઇએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

પોલીસે હોસ્પિટલમાં પહોંચી સગીરાની પોતે ગર્ભવતી કેવી રીતે થઇ અને બાળકનો પિતા કોણ છે તે અંગે પ્રાથમિક પૂછપરછ કરતાં સગીરાએ ત્રણ યુવકોના નામ જણાવતા પોલીસ પણ અચંબામાં મૂકાઇ ગઇ હતી. હાલ બાળક અને તેની સગીર માતા બંને  હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેથી બાળકના પિતા ખરેખર કોણ છે તે અંગે ડીએનએ ટેસ્ટની કાર્યવાહી કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. 

સગીરા પર કોણે કોણે દુષ્કર્મ કર્યું તે વિગતો પણ પોલીસ મેળવી રહી છે અને આગામી સમયમાં સગીરાને પોતાની હવસનો ભોગ બનાવનાર સામે ગુનો નોંધવામાં આવશે તેમ જાણવા મળ્યું છે.




Google NewsGoogle News