વડોદરાના કિશનવાડી વિસ્તારમાં ક્રિકેટ રમવા ગયેલા મિત્રો પર પાઇપથી હુમલો
image : Freepik
Crime News Vadodara : વડોદરામાં કિશનવાડી વિસ્તારમાં રહેતો 14 વર્ષનો કિશોર અને તેનો મિત્ર ગત 4થી તારીખે સવારે કિશનવાડી પોલીસ ચોકીની સામે અંબે માતાના મંદિર પાસે મેદાનમાં ક્રિકેટ રમતા હતા અને ક્રિકેટ રમીને બંને મિત્રો અંબા માતાના મંદિરે પાણી પીવા માટે ગયા હતા. ત્યારે 16 વર્ષનો એક કિશોર આવીને તેઓને ગાળો બોલવા લાગ્યો હતો તેને ગાળો બોલવાની ના પાડતા લોખંડના પાઇપ લઈને આવીને તેણે 14 વર્ષના કિશોરના માથાના પાછળના ભાગે મારી દેતા ઈજાગ્રસ્ત થઈ નીચે પડી ગયો હતો. 16 વર્ષના હુમલાખોર અન્ય મિત્રને પણ પગ પર પાઇપનો ફટકા માર્યા હતા. દરમિયાન આજુબાજુના લોકો ભેગા થઈ જતા હુમલાખોર કિશોર ત્યાંથી ભાગી ગયો હતો. ઈજાગ્રસ્તના મમ્મીની ફરિયાદના આધારે બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.