મહિલાને ક્યાં જવું છે, તેવું પૂછનાર રિક્ષા ચાલક પર હુમલો

અન્ય રિક્ષા ચાલકે લોખંડના રોડથી રિક્ષાની તોડફોડ કરી

Updated: Aug 1st, 2024


Google NewsGoogle News
મહિલાને ક્યાં જવું છે, તેવું  પૂછનાર રિક્ષા ચાલક પર હુમલો 1 - image

વડોદરા,વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તા પાસે ઉભેલી મહિલાને ક્યાં જવું છે ? તેવું પૂછનાર રિક્ષા ચાલકને અન્ય રિક્ષા ચાલકે માર માર્યો હતો. જે અંગે કપુરાઇ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, વાઘોડિયા રોડ વૃંદાવન ચાર રસ્તા પાસે મયૂર સોસાયટીની બાજુમાં વાલ્મિક નગરમાં રહેતો ભરત ચંદુભાઇ વસાવા ગત ૧૨ મી તારીખે રિક્ષા લઇને જતો હતો. વાઘોડિયા ડભોઇ રીંગ રોડ ગુરૃકુળ ચાર રસ્તા  પાસે ઉભેલી મહિલાને ક્યાં જવું છે ? તેવું તેણે પૂછતા ત્યાં ઉભેલા અન્ય એક રિક્ષા ચાલક હુસેન ઝુબેરભાઇ ડાંગસીયાએ ભરત વસાવા સાથે ઝઘડો કરી જાતિ અપમાનિત શબ્દો  કહી લાફા ઝીંકી દીધા હતા. ત્યારબાદ ભરત ત્યાંથી રિક્ષા લઇને જતો રહ્યો હતો. આરોપી હુસેને પોતાની રિક્ષામાં ભરતનો પીછો કરી તેને આંતરી લોખંડના રોડથી રિક્ષાની તોડફોડ કરી માથા, હાથ અને પગમાં ઇજા પહોંચાડી હતી. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.


Google NewsGoogle News