મોદી ૩૧ ઓકટોબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેશે

એકતા પરેડની તૈયારી સંદર્ભે રૃટ અને પ્રાથમિક સ્થળનું નિરીક્ષણ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
મોદી ૩૧ ઓકટોબરે રાષ્ટ્રીય એકતા પરેડમાં ભાગ લેશે 1 - image

રાજપીપળા,તા.૨૦

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી ૩૧ ઓકટોબરે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાગ લેશે.

એકતા પરેડની ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણના ભાગરૃપે એકતાનગર ખાતે કેન્દ્રીય ગૃહ સચિવ અજયકુમાર ભલ્લા બીએસએફના હેલિકોપ્ટર મારફતે આવ્યા હતા, અને સમગ્ર રૃટનું નિરીક્ષણ કર્યું હતું. ભલ્લાએ ઉજવણી સંદર્ભે પ્રાથમિક સ્થળ નિરીક્ષણ કરીને રાજ્યના વરિષ્ઠ અધિકારીઓ સાથે રાષ્ટ્રીય એકતા પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સંદર્ભે સંયુક્ત બેઠક યોજી હતી. ભલ્લાએ  પરેડ ગ્રાઉન્ડ અને નિર્માણાધિન વોક-વે નું નિરીક્ષણ કર્યું હતું. ઉપરાંત, વેલી ઓફ ફલાવરની મુલાકાત લીધી હતી.

 કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ઉચ્ચ અધિકારી ગોવિંદ મોહન ભલ્લાના ખાસ ફરજ પરના અધિકારી તરીકે તેમની સાથે જોડાયા હતા. નર્મદા જિલ્લાના એકતાનગરમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૃપે આજરોજ યોજાયેલી આ પ્રાથમિક નિરીક્ષણ બેઠકમાં ગુજરાત સરકારના ગૃહ વિભાગના સચિવ, નર્મદા નિગમના ચેરમેન, સરદાર સરોવર ડેમના મુખ્ય ઇજનેર વગેરે ઉપસ્થિત રહ્યા હતા.




Google NewsGoogle News