ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટથી થયેલા સંપર્કનો અંજામ ૧૯ વર્ષની એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી, હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું

ગોધરાના યુવાને વિદ્યાર્થિનીના ન્યૂડ ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધા ઃ એક યુવતી સહિત ત્રણ સામે ગુનો

Updated: Aug 16th, 2024


Google NewsGoogle News
ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટથી થયેલા સંપર્કનો અંજામ  ૧૯ વર્ષની એન્જિનિયરિંગની વિદ્યાર્થિનીને બ્લેકમેલ કરી, હોટલમાં દુષ્કર્મ ગુજાર્યું 1 - image

વડોદરા, તા.16 વડોદરા જિલ્લામાં આવેલી એક ખાનગી યુનિવર્સિટીમાં કોમ્પ્યૂટર સાયન્સનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી ગોધરાના એક યુવાને યુનિવર્સિટીમાંથી જ વિદ્યાર્થિનીને લઇ જઇ દુમાડ હાઇવે પરની એક હોટલની રૃમમાં જબરજસ્તી દુષ્કર્મ ગુજાર્યું હતું. બાદમાં વિદ્યાર્થિનીના નગ્ન ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઇ પરિવારના સભ્યોને પણ ધમકી આપતા વિદ્યાર્થિનીએ હિંમત કરીને પોલીસમાં દુષ્કર્મ ગુજારનાર ગોધરાના યુવાન, યુનિવર્સિટીની ફ્રેન્ડ અને એક યુવાન સામે ફરિયાદ નોંધાવી છે.

વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ ગોધરામાં જીમખાના પાછળ રહેતા નિસર્ગ ચૌહાણ, દિયા અને નીલરાજ પુવાર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે જૂન-૨૦૨૩માં મેં કોમ્પ્યૂટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગમાં પ્રવેશ લીધા બાદ હું કોલેજ જતી હતી ત્યારે દિયા મને મળી હતી તેણે મારી સાથે મિત્રતા કેળવી હતી અને અમે એકબીજાના મોબાઇલ નંબર, સોશિયલ મીડિયા એકાઉન્ટના આઇડીની આપ-લે કરી હતી.

બાદમાં મારા ઇન્સ્ટાગ્રામ આઇડી પર એક યુવાને મને બેથી ત્રણ વખત ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પરંતુ તે મેં રિજેક્ટ કરી હતી. થોડા દિવસ બાદ દિયા મને કોલેજમાં મળી ત્યારે તેણે જણાવેલ કે તારા ઇન્સ્ટા પર નિસર્ગ ચૌહાણની રિક્વેસ્ટ આવી હતી તે તું એક્સેપ્ટ કરી લે, તે કોઇ ખરાબ છોકરો નથી. બાદમાં મેં નિસર્ગની રિક્વેસ્ટ સ્વીકારી હતી. બાદમાં મારો વિશ્વાસ કેળવીને તેણે મારા ઇન્સ્ટાનો પાસવર્ડ પણ મેળવી તે પોતે પણ મારુ એકાઉન્ટ ઉપયોગ કરતો હતો.

થોડા દિવસો બાદ નિસર્ગે ગંદી વાતો કરવાનું શરૃ કરતા મેં તેને રોક્યો હતો. બાદમાં તેણે મારા ન્યૂડ ફોટાની પણ માંગણી કરી હતી પરંતુ મેં ના પાડતા દિયાએ મને ફોન કરી તેમાં વાંધો શું છે ેતમ કહ્યું હતું. બાદમાં ગંદા મેસેજ અંગે બ્લેકમેલ કરવાની વાત કહેતાં મેં મારા ન્યૂડ ફોટા સ્નેપચેટ દ્વારા મોકલ્યા હતાં. અને થોડા દિવસો પછી મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત શરૃ કરી હતી.

તા.૨૬ જુલાઇના રોજ સ્નેપચેપ પર નિસર્ગનો ફોન આવ્યો હતો અને તું કાલે ક્યાંય જવાની હોય તો ના જતી, હું તારી કોલેજ પર આવું છું તેમ કહ્યા બાદ બીજા દિવસે તે તેના મિત્ર નિલરાજ પુવાર સાથે સફેદ કલરની કાર લઇને આવ્યો હતો અને હોટલમાં ફરવા-જમવા માટે લઇ જવાનો આગ્રહ કરતાં હું તેની સાથે ગઇ હતી. પાછળની સીટ પર નિસર્ગ મારી સાથે બેસીને છેડછાડ કરવા લાગતા મે વિરોધ કર્યો હતો અને બાદમાં તેણે ધમકી આપી કાર દુમાડ ચોકડી નજીક હાઇવે પાસેના કોમ્પ્લેક્સ પાસે ઊભી રાખી હતી અને બાદમાં રોયલ પેલેસ હોટલની રૃમમાં મને ધમકી આપી લઇ જઇ રૃમમાં મારી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું બાદમાં મારા અને અને તેના ન્યૂડ ફોટા પાડયા  હતાં.

આ ઘટના બાદ નિસર્ગ વારંવાર મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની માંગણી કરતો હતો પરંતુ હું વિરોધ કરતા તે મારા માતા-પિતાને હેરાન કરવા લાગ્યો  હતો. અને બાદમાં તેણે સોશિયલ મીડિયામાં મારા ન્યૂડ ફોટા વાયરલ કરી મને બદનામ કરી દીધી હતી. ઉપરોક્ત વિગતોની ફરિયાદના પગલે પોલીસે હવસખોર યુવાન, તેને મદદ કરનાર યુવતી અને યુવાનના મિત્રની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે.




Google NewsGoogle News