Get The App

ધો-૧૧ની વિદ્યાર્થિનીને ધમકી આપી સાવલીના યુવાનનું વારંવાર દુષ્કર્મ

જો આ વાત કોઇને કહીશ તો તને અને પરિવારને મારી નાંખીશ તેવી ધમકી ઃ આખરે ધરપકડ

Updated: Jul 7th, 2024


Google NewsGoogle News
ધો-૧૧ની વિદ્યાર્થિનીને ધમકી આપી સાવલીના યુવાનનું વારંવાર દુષ્કર્મ 1 - image

વડોદરા, તા.7 સાવલી તાલુકામાં ધોરણ-૧૧ની વિદ્યાર્થિનીને પ્રેમના પાઠ ભણાવી ૨૧ વર્ષના યુવાને વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. યુવાને છેલ્લે ધમકીઓ આપતાં મામલો આખરે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને પોલીસે દુષ્કર્મ ગુજારનાર યુવાનની ધરપકડ કરી છે.

૧૫ વર્ષ અને ૪ મહિનાની સગીરાએ સાવલીમાં સુર્યનગર કોલોનીમાં રહેતા નિલેશ મનુભાઇ ઠાકોર સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ધોરણ-૧૧માં અભ્યાસ કરું છું. મારી માતાના મોબાઇલ પર ઇન્સ્ટોલ કરેલી ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં નિલેશે મને તું મારી સાથે બોલ તેવો મેસેજ કર્યો  હતો તે સમયે મેં તેને ના પાડી દીધી હતી. ત્યારબાદ હું સ્કૂલમાં જઉં ત્યારે નિલેશ મારી પાછળ પાછળ આવતો હતો અને તું મારી સાથે બોલ તેમ કહી વાત કરવાનો પ્રયત્ન કરતો હતો.

થોડા દિવસો સુધી તે બાઇક લઇને મારો પીછો કરતો અને તા.૨૩ ફેબુ્રઆરીના રોજ મને જબરજસ્તીથી વેરાઇમાતા મંદિર નજીક લઇ જઇને મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ તે મને ધમકીઓ આપીને શોષણ કરતો હતો. તા.૨ના રોજ જો આ વાત કોઇને કહીશ તો તને તેમજ તારા પરિવારને મારી નાંખીશ તેવી ધમકીઓ આપી હતી. આ વાત  આખરે મેં મારા માતા અને પિતાને કરી હતી અને બાદમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત વિગતોની ફરિયાદના આધારે પોલીસે  નિલેશ ઠાકોરની ધરપકડ કરી તેને મેડિકલ માટે મોકલી આપ્યો હતો. પોલીસ તપાસમાં એવી વિગત બહાર આવી હતી કે નિલેશ માત્ર ધોરણ-૮ સુધી ભણેલો છે તેમજ તે વારંવાર સગીરાને હેરાન પરેશાન કરતો હતો.




Google NewsGoogle News