Get The App

વડોદરામાં નવી કચેરી બનતા ગાયકવાડી જમાનાની જૂની કલેકટર કચેરી હવે બની "કચરા કચેરી"

Updated: May 17th, 2024


Google NewsGoogle News
વડોદરામાં નવી કચેરી બનતા ગાયકવાડી જમાનાની  જૂની કલેકટર કચેરી હવે બની "કચરા કચેરી" 1 - image


Vadodara Old Collector Office :વડોદરા શહેરની મધ્યમાં આવેલી કલેક્ટર કચેરી દિવાળી પુરાના નવા મકાનમાં ખસેડાઈ છે. પરંતુ તંત્ર દ્વારા જૂની હેરિટેજ-ઐતિહાસિક બિલ્ડીંગ 'કચરા કચેરી' બની ગઈ છે 

શહેરની મધ્યમાં કોઠી કચેરી વિસ્તારની ગાયકવાડી જમાનાની હેરિટેજ સમાન ઐતિહાસિક કલેક્ટર કચેરી વર્ષોથી કાર્યરત હતી. શહેર સહિત આસપાસના વિસ્તારમાંથી રેવન્યુ અંગે કામગીરી બાબતે પ્રજાજનો આ કચેરીની મુલાકાત લેતા હતા. દૂર દૂરથી શહેરની મધ્યમાં આવતા લોકોને કોઈ જાતની અડચણ પડતી ન હતી. આવન જાવન બાબતે તત્કાળ વાહન મળી જતું હતું. 

દરમિયાન શહેરનો વિકાસ થતાં કલેક્ટર કચેરીને દિવાળીપુરા વિસ્તારમાં ખસેડવાનો તંત્ર દ્વારા નિર્ણય લેવાયો હતો. જેથી દિવાળી પુરા વિસ્તારમાં નવું બિલ્ડીંગ પણ બનાવવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગ તૈયાર થઈ જતા કોઠી કચેરી સ્થિત કલેક્ટર કચેરી આ નવા બિલ્ડિંગમાં તાજેતરમાં જ કાર્યરત કરવામાં આવી હતી. 

જ્યારે બીજી બાજુ જુના જમાનાની ગાયકવાડી વખતની કોઠી કચેરી સ્થિત જૂની કલેકટર કચેરીને ખંભાતી તાળા મારી દેવામાં આવ્યા હતા. હેરિટેજ ઐતિહાસિક બિલ્ડીંગ અંગે તંત્ર દ્વારા હવે કોઈ કાળજી રાખવામાં આવતી નથી પરિણામે હવે જૂની કલેકટર કચેરી 'કચરા કચેરી'  બની ગઈ છે. આગામી દિવસોમાં પણ આ હેરિટેજ ઐતિહાસિક કલેકટર કચેરી બિલ્ડીંગને ધૂળ ખાતી અટકાવવા બાબતે તંત્ર દ્વારા કોઈ ચોક્કસ નીતિ ઘડવી જરૂરી છે.


Google NewsGoogle News