Get The App

ડુપ્લીકેટ ઘી બાદ વડોદરામાં બ્રાન્ડેડ કંપનીઓનું ઓઇલ બનાવતી ફેક્ટરી પકડાઈ

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
ડુપ્લીકેટ ઘી બાદ વડોદરામાં બ્રાન્ડેડ કંપનીઓનું ઓઇલ બનાવતી ફેક્ટરી પકડાઈ 1 - image

વડોદરા,તા.30 નવેમ્બર 2023,ગુરૂવાર

વડોદરા નજીક કરજણ ખાતે બે દિવસ પહેલા ડુબલીકેટ ઘી બનાવવાની ફેક્ટરી પકડાયા બાદ વડોદરા શહેર એસોજીએ બ્રાન્ડેડ કંપનીઓનું ડુપ્લીકેટ ઓઇલ બનાવતી મીની ફેક્ટરી ઝડપી પાડી છે.

રાજમહેલ રોડ વિસ્તારમાં ઉમેદાન ફરિયાદ ખાતે બીજા માળે રહેતા મોહસીન યાકુબભાઈ મસકવાલા અને યાસીન યાકુબભાઈ મસકવાલા લુઝ ઓઇલ માંથી પોતાના ઘરે ડુપ્લીકેટ ઓઇલના સીલ બંધ ડબ્બા પેક કરીને ભેંસવાડા ખાતે ટ્રસ્ટના ભાડે લીધેલા મકાનમાં સ્ટોક રાખતા હોવાની વિગતો મળતાં એસઓજીની ટીમે દરોડો પાડ્યો હતો.

પોલીસે મકાનમાંથી મોહસીન ને ઝડપી પાડી લુઝ ઓઇલ, કેસ્ટ્રો સર્વો હીરો એસ.પી જેવી બ્રાન્ડના સ્ટીકરો સહિતની ચીજો કબજે કરી હતી. જ્યારે ગોડાઉનમાંથી યાસીનને પણ ઝડપી પાડ્યો હતો.

પોલીસે વિવિધ કંપનીના 2008 નંગ પાઉચ, 1065 લિટર લુઝ ઓઇલ, પેકિંગ કરવાનું મશીન, અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર અને મોબાઈલ સહિત 6.18 લાખની માતા કબજે કરી હતી.

  


Google NewsGoogle News