કોર્ટ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં હાજર નહિં થતા આરોપી સામે ગુનો નોંધાયો

Updated: Oct 27th, 2023


Google NewsGoogle News
કોર્ટ દ્વારા વારંવાર સૂચના આપવા છતાં હાજર નહિં થતા આરોપી સામે ગુનો નોંધાયો 1 - image

વડોદરાઃ કોર્ટ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં તેને નહિં ગણકારનાર આરોપી સામે કોર્ટે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

ઇન્દૌરના અજય મંગલાણી(મોહન કેમ ટ્રેડિંગ અને મીલીન્દા મેનોર,આર એન માર્ગ, ઇન્દૌર) સામે ચેક બાઉન્સના કેસમાં વડોદરાની કોર્ટે હાજર થવા માટે ફરમાન કર્યું હતું.

કોર્ટે આરોપીની સામે સીઆરપીસી કલમ ૮૨હેઠળ આરોપીને ફરાર જાહેર કર્યો હતો.આખરે તેની સામે ગુનો નોંધવા માટે સચના આપતાં ગોત્રી પોલીસે ઇપીકો કલમ ૧૭૪ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Google NewsGoogle News