Get The App

સેન્ટર સ્કવેરમાં ગેમ ઝોન ચલાવતા માલિક, મેનેજર સામે ગુનો

પોલીસ કમિશનરની પરવાનગી કે લાયસન્સ લીધા નહતા

Updated: Jun 16th, 2024


Google NewsGoogle News
સેન્ટર સ્કવેરમાં ગેમ ઝોન ચલાવતા માલિક, મેનેજર સામે ગુનો 1 - image

વડોદરા,સેન્ટર સ્કવેર મોલમાં પોલીસ કમિશનરની પરવાનગી વિના ગેમ ઝોન ચલાવતા માલિક અને મેનેજર સામે ગોરવા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના પગલે એક્શનમાં આવેલા તંત્રે શહેરના તમામ મોલમાં ચેકિંગ હાથ ધર્યુ હતું. તે દરમિયાન તા. ૨૮ - ૦૫ - ૨૦૨૪ ની રાતે અગિયાર વાગ્યે પોલીસે સેન્ટર સ્કવેર મોલમાં આવેલા બુમરેન્જ ઇન્ડોર પ્લે પાર્કમાં રેડ પાડી હતી. રેડ દરમિયાન ગેમ ઝોનના સંચાલકે પોલીસ કમિશનર કચેરી તરફથી કોઇ લાયસન્સ કે પરવાનગી લીધી નહીં હોવાનું જણાઇ આવ્યું હતું. ગેમ ઝોનના સંચાલકે લોકોની જીંદગી જોખમમાં મૂકાય તેવી નિષ્કાળજી રાખી હતી. જે અંગે ગોરવા પોલીસે  ગેમ ઝોનના માલિક અને મેનેજર સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.


Google NewsGoogle News