પ્રતાપગંજમાં હોમ સ્ટેની સુવિધા આપી પ્રવાસીની માહિતી નહિં રાખનાર સામે ગુનો નોંધાયો
વડોદરાઃ પ્રતાપગંજ વિસ્તારમાં હોમ સ્ટેની સુવિધા આપતા સંચાલકે પ્રવાસીઓને માહિતી નહિં રાખતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
પ્રતાપગંજ સોસાયટીમાં આવેલા નિસર્ગ ખાતે રહેતા અને દેવાશ્રય ફ્લેટ્સમાં હોમ સ્ટે માટે સુવિધા આપતા મુમુક્ષુ વિરેન્દ્રભાઇ પટેલ ત્યાં રોકાતા પ્રવાસીઓનું રજિસ્ટર નહિં રાખી પોલીસને પથિક સોફ્ટવેર પર માહિતી નહિં આપતા હોવાથી તેમની સામે એસઓજીએ કાર્યવાહી કરી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાવ્યો હતો.