ગોત્રીના નિલામ્બર મોલમાં બે ગેમઝોન ચલાવનાર ચાર સંચાલક સામે ગુનો
વડોદરાઃ ગોત્રીના નિલામ્બર મોલમાં ગેમઝોન ચલાવનાર ચાર સંચાલક સામે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજકોટની ગેમઝોન દુર્ઘટના બાદ વડોદરા પોલીસે પણ વગર પરવાનગીએ ચાલતા ગેમઝોન સામે ઝુંબેશ ચલાવી હતી.જે દરમિયાન કસૂરદાર જણાઇ આવતા સંચાલકો સામે કોર્ટમાંથી તપાસની મંજૂરી લઇને પોલીસ ગુના નોંધી રહી છે.
ગોત્રીના નિલામ્બર મોલ ખાતે લિટલ રાઇડર્સ નામે ગેમઝોન ચલાવનાર રોહિણી જયંતિભાઇ બ્રહ્મભટ્ટ (આર્ય રેસિડેન્સી, સમારોડ) અને સંગીત વિકેન્દ્રસિંહ રાજપૂત (અમરદીપ કોમ્પ્લેક્સ,ગોત્રી પાણીની ટાંકી પાસે) સામે તેમજ ફોરાઇસ એન્ટરપ્રાઇઝ નામના ગેમઝોન ચલાવનાર મનન ભરતભાઇ પરિખ(વિજય નગર,હરણી) તેમજ મેનેજર રાહુલ બીરજુ યાદવ(કુંભારફળિયું, વાસણા રોડ) સામે જરૃરી પરવાનગી નહિં લઇ માનવ જિંદગીને જોખમમાં મુકવા બદલ ગુનો નોંધવામાં આવ્યો છે.