મેટ્રિમોનિયલ સાઇટ મારફતે વડોદરાના યુવકના સંપર્કમાં આવેલી રાજસ્થાની યુવતી પર બળાત્કાર
વડોદરાઃ વડોદરાના એક યુવકે ચારેક વર્ષ સુધી સબંધ રાખ્યા બાદ લગ્ન નહિ કરતાં રાજસ્થાની યુવતીએ રાજસ્થાન ખાતે બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.જે ફરિયાદ વડોદરાના ફતેગંજ પોલીસ સ્ટેશને ટ્રાન્સફર કરવામાં આવી છે.
રાજસ્થાનની યુવતીએ નોંધાવેલી ફરિયાદ અંગે ફતેગંજ પોલીસ પીડિતાને રૃબરૃ મળીને વિગતો મેળવશે અને ત્યારબાદ આરોપી સુધી પહોંચશે.પોલીસનું કહેવું છે કે,પીડિતા ડીવોર્સી છે અને વર્ષ-૨૦૧૯માં મેટ્રિમોનિયલ સાઇટ મારફતે વડોદરાના ફતેગંજ વિસ્તારમાં રહેતા સંકેત ચિત્રોડા નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી.
મહિલાએ આક્ષેપ કર્યો છે કે,યુવકે તેને વડોદરા બોલાવી હતી અને લગ્નની લાલચ આપી શારીરિક સબંધ બાંધ્યો હતો.ત્યારબાદ બંને વારંવાર મળતા હતા અને તે દરમિયાન પણ યુવકે મરજી વિરૃધ્ધ દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ પછીથી યુવકે લગ્ન માટે તૈયાર થયો નહતો.
રાજસ્થાન પોલીસે ઉપરોક્ત ફરિયાદ નોંધી વડોદરામાં ગુનાની શરૃઆત થઇ હોવાથી ફતેગંજ પોલીસને ફરિયાદ ટ્રાન્સફર કરી છે.પીઆઇ અજય ગઢવીએ આ અંગે પીડિતાનું રૃબરૃમાં નિવેદન લેવાની અને વધુ વિગતો મેળવવા તજવીજ કરી છે.