Get The App

વડોદરાના સમા વિસ્તારમાં પ્રેમમાં પડેલા દિયર-ભોજાઈએ પતિની હત્યા કરી

Updated: Mar 16th, 2024


Google NewsGoogle News
વડોદરાના સમા વિસ્તારમાં પ્રેમમાં પડેલા દિયર-ભોજાઈએ પતિની હત્યા કરી 1 - image

વડોદરા,તા.16 માર્ચ 2024,શનિવાર

વડોદરામાં પ્રેમ સંબંધના કારણે ગઈ રાતે હત્યાનો વધુ એક બનાવ બન્યો હતો. સમા વિસ્તારમાં દિયર સાથે આડો સંબંધ ધરાવતી પરણીતાએ દિયરની મદદ લઈ પતિને મોતને ઘાટ ઉતારતા પોલીસે બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા છે.

ડિવોર્સી સાધના લવ મેરેજ કરી વડોદરા રહેવા આવી હતી

વડોદરા ન્યુ સમા રોડ વિસ્તારમાં ચાણક્યપુરી પાસે ડિફેન્સ કોલોની-2 રહેતા અને કલરકામ કરતા 35 વર્ષના હરી ગોવિંદ હુબ્બલાલ યાદવ મૂળ યુપીના ફિરોઝાબાદના વતની હતા અને સાધના નામની ડિવોર્સી મહિલા સાથે પ્રેમ લગ્ન કરી રહેતા હતા. 

સાધના એક વર્ષથી દિયર ધર્મેન્દ્રના પ્રેમમાં પડી હતી

હરી ગોવિંદનો નાનો ભાઈ ધર્મેન્દ્ર પણ વડોદરામાં રહેતો હતો અને સાધનાના પ્રેમમાં પડ્યો હતો. બંને દિયર ભોજાઈ કલાકો સુધી વાત કરતા હતા અને મજાક મસ્તી કરતા હોવાથી પતિને શંકા ગઈ હતી. જેથી તેણે પત્નીને ઠપકો આપી મારઝૂડ પણ કરતો હતો.

દિયર ભોજાઈએ હરી ગોવિંદનું નડતર દૂર કરવા પ્લાન કર્યો

હરિ ગોવિંદની કનડગત વધી જતા સાધના અને ધર્મેન્દ્રએ કાંટારૂપ બનેલા હરી ગોવિંદને ઠેકાણે પાડી દેવા નક્કી કર્યું હતું. ગઈ રાત્રે હરિ ગોવિંદ સુઈ ગયો ત્યારબાદ સાધનાએ ધર્મેન્દ્રને ફોન કરી જાણ કરી હતી અને થોડીવારમાં જ ધર્મેન્દ્ર ઘેર આવી ગયો હતો.

પોલીસને કોલ આવ્યો કે હરિ ગોવિંદના મકાનમાં મારામારી થાય છે

રાત્રિના પોણા બાર વાગ્યાના અરસામાં સમા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ડિફેન્સ કોલોનીના ઉપરોક્ત મકાનમાં મારામારી થતી હોવાની માહિતી કોઈકે આપતા પોલીસ મકાનમાં પહોંચી હતી અને દરવાજો ખોલાવ્યો હતો. આ વખતે સાધના અને ધર્મેન્દ્ર સ્થળ પર જ મળી આવ્યા હતા. જ્યારે હરિ ગોવિંદ ની લાશ પડેલી હતી.

પત્નીએ હાથ પકડ્યા, પ્રેમીએ ગળું દબાવી ગુપ્તાંગ પર લાતો મારી

ઉપરોક્ત બનાવવા પોલીસે પ્રાથમિક તપાસ કરતા હરી ગોવિંદને ઊંઘમાં જ તેના ભાઈએ ગળી દબાવી મારી નાખ્યો હોવાની વિગતો જાણવા મળી હતી. જ્યારે સાધના એ પતિના હાથ પકડી રાખ્યા હતા અને ઝપાઝપીમાં સામેલ હતી. પ્રેમીઓ ભાઈના ગુપ્તાંગ ઉપર લાતો મારી હતી. પોલીસે બંને હત્યારાઓની વધુ પૂછપરછ હાથ ધરી છે.


Google NewsGoogle News