કિશનવાડીમાં રહેતી ધો.૧૧ ની વિદ્યાર્થિનીનો આપઘાત
ખટંબા ગામે રહેતી યુવતીએ ફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું
વડોદરા,ખટંબા ગામમાંર રહેતી ૨૫ વર્ષની યુવતીએ તથા કિશનવાડી વુડાના મકાનમાં રહેતી ધો.૧૧ ની વિદ્યાર્થિનીએ ગળા ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.
શહેર નજીકના ખટંબા ગામે રહેતી ૨૫ વર્ષની શર્મિષ્ઠા દિનેશભાઇ તડવીએ ઘરે ગળા ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. જે અંગે વરણામા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે જઇ મૃતદેહને પી.એમ.માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે અન્ય એક બનાવમાં કિશનવાડી વુડાના મકાનમાં રહેતી ૧૭ વર્ષની કિશોરી ધો.૧૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગાળા ફાંસો ખાઇ લીધો હતો. જે અંગે વારસિયા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.