Get The App

યુવતીની છેડતી : ઠપકો આપનાર કાકાની છરી વડે હત્યાનો પ્રયાસ

Updated: Jan 29th, 2024


Google NewsGoogle News
યુવતીની છેડતી : ઠપકો આપનાર કાકાની છરી વડે હત્યાનો પ્રયાસ 1 - image


ગાંધીનગરમાં રોડ રોમિયોનો વધતો જતો ત્રાસ

ગામનો પરિવાર ઘરે જઈ રહ્યો હતો ત્યારે બાઈક ઉપર આવેલા ત્રણ યુવાનોએ છેડતી કરી હુમલો કર્યો : ચાર સામે ગુનો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા ગામનો પરિવાર હોટલમાં જમીને ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે ગાંધીનગર કોબા હાઈવે ઉપર બાઈક ઉપર સવાર ત્રણ શખ્સોએ પીછો કરીને પરિવારની દીકરીની છેડતી કરી હતી અને ઠપકો આપનાર યુવતીના પિતા અને કાકાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જે સંદર્ભે ઇન્ફોસિટી પોલીસ મથકમાં ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પાટનગર ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં છેડતીની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ગઈકાલે ગાંધીનગર શહેર નજીક આવેલો પરિવાર જન્મદિવસની ઉજવણી માટે ગાંધીનગરની હોટલમાં આવ્યો હતો અને ત્યારબાદ ભાઈ બહેન બાઈક ઉપર જ્યારે માતા પિતા મોપેડ ઉપર ઘર તરફ જઈ રહ્યા હતા તે વખતે ગાંધીનગર કોબા હાઈવે ઉપર બાઈક ઉપર આવેલા ત્રણ શખ્સો દ્વારા આ પરિવારની દીકરીની છેડતી કરવામાં આવી હતી અને ગંદા ઇશારા કરવામાં આવ્યા હતા. પાછળ મોપડ ઉપર આવી રહેલા પિતા આ તમામ દ્રશ્યો જોઈ રહ્યા હતા ત્યારબાદ નભોઈ નર્મદા કેનાલ પાસે યુવતીના ભાઈએ બાઈક ઉપર રાખી દેતા બાઈક ઉપર સવાર આ ત્રણેય શખ્શો તેમની પાછળ ઉભા રહ્યા હતા અને ત્યારબાદ યુવતીએ અહીં શું કામ પીછો કરો છો તેમ કહેતા આ યુવાનો ઉશ્કેરાઈ ગયા હતા જેથી યુવતીના પિતા પણ દોડી આવ્યા હતા અને આ શખ્સોએ તેમની ઉપર હુમલો કરી દીધો હતો અને આરોપી યુવાન હિતેશે તેના પિતા પ્રકાશભાઈને બોલાવી લીધા હતા જેમણે કારમાંથી છરી કાઢીને યુવતીના કાકા અને પિતા ઉપર હુમલો કરી દીધો હતો. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટના અંગે યુવતીના પિતાની ફરિયાદના આધારે ઇન્ફોસિટી પોલીસે હિતેશ, જયદીપ, કાનો અને પ્રકાશભાઈ નામના વ્યક્તિ સામે હત્યાનો પ્રયાસ અને છેડતી સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.


Google NewsGoogle News