વડોદરાના તરસાલીમાં અકસ્માતના મુદ્દે બાઈક પર ધસી આવેલા 25 થી 30 આરોપીઓનો હુમલો

Updated: Oct 21st, 2023


Google NewsGoogle News
વડોદરાના તરસાલીમાં અકસ્માતના મુદ્દે બાઈક પર ધસી આવેલા 25 થી 30 આરોપીઓનો હુમલો 1 - image

image : Freepik

- તરસાલીમાં અકસ્માતના મુદ્દે બાઈક પર ધસી આવેલા 25 થી 30 હુમલાખોરોએ એક યુવકને માર માર્યો હતો જે અંગે પોલીસએ રાયોટીંગનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે

વડોદરા,તા.21 ઓક્ટોબર 2023,શનિવાર

તરસાલીની રેવા પાર્ક સોસાયટીમાં રહેતો કિરીટ કાલિદાસ પરમાર ડ્રાઇવિંગ કરે છે. મકરપુરા પોલીસ સ્ટેશનમાં તેને ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત રાત્રે 9:00 વાગે હું મારા ઘરે હતો ત્યારે મારો મિત્ર દિપ્તેશે રાતડીયાનો મારા પર ફોન આવ્યો હતો કે રાજાનંદ સોસાયટીના નાકે મારી મમ્મીને કોઈ વ્યક્તિએ બાઈક અથડાવીને અકસ્માત કર્યો છે તો તું અહીંયા આવી જા જેથી હું રાજાનંદ સોસાયટીના નાકે ગયો હતો. એક્સિડન્ટ કરનાર વ્યક્તિને પૂછ્યુ હતું કે તારાથી બાઈક અથડાય છે તો તેણે કહ્યું હતું કે હા મારાથી ભૂલથી અકસ્માત થયો છે અને હું તેઓને દવાખાને લઈ જવા તૈયાર છું તે સમય મારો મિત્ર દિપ્તેશે પણ ત્યાં હાજર હતો. દિપ્તેશે દવાખાને લઈ જવાની ના પાડી અને હું તથા દિપ્તેશે તેની મમ્મીને લઈ ઘરે ગયા હતા. એકાદ કલાક પછી હું મારી સોસાયટીના નાકા પર ત્રણ રસ્તા પાસે આવ્યો હતો અને લારી પર વડાપાવ ખાવા બેઠો હતો તે સમયે દિપ્તેશેની મમ્મી અને અકસ્માત કર્યો હતો તે યુવક તથા તેની સાથે 25 થી 30 હુમલાખોરો બાઈક લઈને આવ્યા હતા અને હું કંઈ બોલું તે પહેલાં મને માર મારવાનું શરૂ કર્યું હતું. તેઓએ મને ઈંટ વડે માથામાં તથા હાથ પર ઇજા પહોંચાડી હતી તેમજ એક આરોપીએ મારા પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો પરંતુ મેં હથિયાર પકડી લેતા મારા હાથે સામાન્ય ઈજા થઈ હતી.


Google NewsGoogle News