૧૬ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારને ૧૦ વર્ષની સખત કેદ

ભોગ બનનારને ૪ લાખનું વળતર ચૂકવવા આદેશ

Updated: Oct 3rd, 2023


Google NewsGoogle News
૧૬ વર્ષની કિશોરી પર બળાત્કાર ગુજારનારને ૧૦ વર્ષની સખત કેદ 1 - image

વડોદરા,વડોદરા જિલ્લામાં રહેતી ૧૬  વર્ષની કિશોરીને બળજબરીપૂર્વક ભગાડી જઇ દુષ્કર્મ કરનાર આરોપીને કસુરવાર ઠેરવીને અદાલતે ૧૦ વર્ષની કેદની સજા કરી છે.

ડેસર પોલીસ સ્ટેશનમાં આરોપી અશોક ખુમાનભાઇ પરમાર (રહે. ઇંટવાડ,તા.ડેસર, જિ.વડોદરા) વિરૃદ્ધ પોક્સો અને બળાત્કારની ફરિયાદ નોંધાઇ હતી. જે કેસની વિગત એવી છે કે, આરોપી ૧૬ વર્ષની કિશોરીના ઘરે ઘુસી ગયો હતો. અને બળજબરી  પૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. તે દરમિયાન કિશોરીનો ભાઇ આવી જતા આરોપી કિશોરીને બાઇક પર બેસાડીને ભગાડી ગયો હતો. અને નદીના  પટમાં લઇ જઇ ફરીથી દુષ્કર્મ કર્યુ હતું. ત્યારબાદ  પાવાગઢના જંગલોમાં કિશોરીને છોડીને ભાગી ગયો હતો.

જે કેસની ટ્રાયલ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સી જી પટેલે રજૂઆતો કરી હતી. બંને પક્ષની રજૂઆતો સાંભળી  સાવલીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ  જે.એ. ઠક્કરે  આરોપીને કસુરવાર ઠેરવીને ૧૦ વર્ષની સખત કેદ કરી હતી. તેમજ ભોગ બનનારને ચાર લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.અદાલતે નોંધ્યું હતું કે, આરોપી ત્રણ સંતાનનો પિતા છે. સગીર વયની કિશોરી સાથે કરેલું કૃત્ય અત્યંત ગંભીર છે.


Google NewsGoogle News