Get The App

વડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો, તમામ નરાધમોના મોબાઈલમાં અશ્લીલ વીડિયોની ભરમાર હતી

કેટલોક ડેટા ડીલિટ કર્યો હોવાની આશંકા સાથે પાંચેયના મોબાઇલ એફએસએલમાં મોકલાશે ઃ યુપી પોલીસને પણ જાણ કરાઇ

Updated: Oct 14th, 2024


Google NewsGoogle News
વડોદરા દુષ્કર્મ કેસમાં મોટો ખુલાસો, તમામ નરાધમોના મોબાઈલમાં અશ્લીલ વીડિયોની ભરમાર હતી 1 - image

Vadodara Bhayli News | ભાયલી ગેંગરેપ કેસમાં ઝડપાયેલા પાંચ નરાધમોના કબજે કરવામાં આવેલા પાંચ મોબાઇલમાં અનેક અશ્લિલ વીડિયો મળ્યા  હતાં. આ વીડિયો જોઇને જ ગેંગરેપ વખતે વિકૃતિની તમામ હદો વટાવી હોવાનું પોલીસ માની રહી છે.

ઉલ્લેખનીય છે કે ગેંગરેપના પાંચ આરોપીઓ મુન્ના અબ્બાસ બનજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા, શાહરૃખ કિસ્મતઅલી બનજારા, સૈફઅલી મહેંદી હશન બનજારા અને અજમલ સત્તાર બનજારાની જિલ્લા પોલીસે ધરપકડ કર્યા બાદ તેમના ઘેર સર્ચ કરવામાં આવ્યું  હતું. આ ઉપરાંત પાંચેયના મોબાઇલ પણ પોલીસે કબજે કર્યા હતાં. પોલીસે પાંચેયના મોબાઇલનો અભ્યાસ કરતાં મોટી સંખ્યામાં અશ્લિલ વીડિયો તેમજ સાહિત્ય મળ્યું હતું.

પાંચેય નરાધમો ખૂબ વિકૃત હોવાનું પોલીસને પ્રથમ દ્રષ્ટિએ જ જણાયું હતું. આ ઉપરાંત કેટલાંક વીડિયો પાંચેય નરાધમોએ પોતાના મોબાઇલમાંથી ડીલિટ કરી દીધા હોવાનું મનાતા પાંચેય મોબાઇલને પોલીસ દ્વારા એફએસએલમાં મોકલવામાં આવશે. પોલીસે ઝડપી પાડેલા પાંચેય નરાધમો મૂળ ઉત્તર પ્રદેશના છે પરંતુ લાંબા સમયથી તેઓ કામ ધંધા માટે વડોદરા આવીને સ્થાયી થયા છે. ગુનાઇત પ્રવૃત્તિ કરવા માટે ટેવાયેલા હોવાની આશંકા સાથે જિલ્લા પોલીસે ઉત્તર પ્રદેશ પોલીસને પણ તેમના મૂળ વતનના નામ-સરનામા સાથે એક પત્ર લખ્યો છે અને તેમના કોઇ ગુના હોય તો વિગતો માંગી છે.




Google NewsGoogle News