લક્ષ્મીપુરા વિસ્તારમાં ટેસ્ટ ઓફ વડોદરાની ઇવેન્ટમાં સાઉન્ડ સિસ્ટમનો વિરોધ
વડોદરાઃ લક્ષ્મીપુરા વિસ્તારમાં ખાણી પીણીના સ્ટોલ અંગેની ટેસ્ટ ઓફ વડોદરાની ઇવેન્ટના મુદ્દે સ્થાનિકોમાં વિરોધ થતાં લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન સુધી વિવાદ પહોંચ્યો હતો.
સ્થાનિક રહીશોએ એવો આક્ષેપ કર્યો હતો કે,ટેસ્ટ ઓફ વડોદરાની ઇવેન્ટમાં સાઉન્ડ સિસ્ટમ ખૂબ જ મોટેથી વાગી રહી છે અને તેને કારણે સિનિયર સિટિઝનો અને પરીક્ષાર્થીઓ હેરાન થઇ રહ્યા છે.
તો બીજીતરફ લક્ષ્મીપુરા પોલીસે તેમને કહ્યું હતું કે,આ ઇવેન્ટને મંજૂરી આપવામાં આવી છે.અમે સાઉન્ડની માત્રા તપાસી ત્યારે લિમિટમાં હતી.ફરી ચેક કરીશું અને જો તેમાં ધ્વનિની માત્રા વધુ જણાશે તો સિસ્ટમ કબજે લઇ કેસ કરીશું.પરંતુ તેમ છતાં સ્થાનિકોએ વિરોધ જારી રાખ્યો હતો.