યુનિ.કેમ્પસમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈનું સંગઠન પણ નબળુ પડશે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
યુનિ.કેમ્પસમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈનું સંગઠન પણ નબળુ પડશે 1 - image

વડોદરાઃ વડોદરા કોંગ્રેસમાંથી એક પછી એક નેતાઓ રાજીનામા આપીને ભાજપમાં જોડાવાની જાહેરાત કરી રહ્યા છે.

વડોદરામાં કોંગ્રેસ છોડવા માટે રીતસર ધસારો થઈ રહ્યો છે અને તેની અસર કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એનએસયુઆઈ પર પણ જોવા મળી શકે છે.યુનિવર્સિટી કેમ્પસમાં અને વિદ્યાર્થી આલમના રાજકારણમાં એનએસયુઆઈનુ સંગઠન નબળુ પડે તેવી શક્યતા છે.

મળતી વિગતો પ્રમાણે વિદ્યાર્થી સંઘની ચૂંટણી વખતે તથા અન્ય કોઈ પણ ઈવેન્ટ વખતે એનએસયુઆઈને પડદા પાછળથી મદદ કરનારા આઠ જેટલા પૂર્વ વિદ્યાર્થી નેતાઓએ પણ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખ્યો છે.આ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ પણ ભાજપમાં જોડાઈ જવાના છે.આ પૈકી એક કોમર્સ ફેકલ્ટી જીએસ તો અન્ય એક યુનિવર્સિટી જીએસ રહી ચુકયા છે.આ તમામ પૂર્વ વિદ્યાર્થી નેતાઓ એનએસયુઆઈમાં  વિદ્યાર્થી કાળથી સક્રિય હતા અને તેઓ પાછળથી કોંગ્રેસમાં જોડાયા હતા.આમ છતા એનએસયુઆઈને વખતો વખત મદદ કરતા આવ્યા હતા.આ નેતાઓના કોંગ્રેસ છોડવાના કારણે યુનિવર્સિટી કેમ્પસમાં ેએનએસયુઆઈનુ સંગઠન નબળુ પડશે તેમ મનાઈ રહ્યુ છે.


Google NewsGoogle News