બીબીએની પરીક્ષાના માર્કસ જાહેર કરવા NSUIના MSU હેડ ઓફિસ ખાતે દેખાવો
વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીના બીબીએ કોર્સમાં લેવાયેલી પ્રવેશ પરીક્ષાના માર્કસ જાહેર કરવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા આજે પણ યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા.
એનએસયુઆઈના કાર્યકરોએ પ્રવેશ પરીક્ષા બાદ ગુ્રપ ડિસ્ક્શન અને પર્સનલ ઈન્ટરવ્યૂ માટે પસંદ થયેલા વિદ્યાર્થીઓના માર્કસ જાહેર નહીં કરવામાં આવ્યા હોવાથી બીબીએમાં પ્રવેશ કૌભાંડ ચાલી રહ્યુ હોવાનો આક્ષેપ મૂકયો છે.એનએસયુઆઈ દ્વારા એ પછી વિદ્યાર્થીઓના ઈન્ટરવ્યૂ દરમિયાન પણ બીબીએ બિલ્ડિંગમાં પ્રવેશીને હંગામો કરવામાં આવ્યો હતો.
જોકે સત્તાધીશોએ હજી સુધી માર્કસ જાહેર કર્યા નથી.જેના પગલે એનએસયુઆઈ દ્વારા આજે હેડ ઓફિસ ખાતે દેખાવો કરીને માર્કસ જાહેર કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.
બીજી તરફ યુનિવર્સિટીના ઈન્ચાર્જ ઓએસડી( પીઆરઓ)એ કહ્યુ હતુ કે, બીબીએની પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે પારદર્શક છે. પ્રવેશ પરીક્ષા બાદ શોર્ટ લિસ્ટ થયેલા વિદ્યાર્થીઓના માર્ક એટલે જાહેર નથી કરાતા કે, ઈન્ટરવ્યૂ અને ગુ્રપ ડિસ્કશન દરમિયાન વધારે માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓથી કોઈ પ્રભાવિત