Get The App

લગ્ન પછી પત્નીને અમેરિકા નહી ંલઇ જઇ છૂટાછેડા માંગતા ેએનઆરઆઇ પતિ

હું કોમ્પ્યુટ એન્જિનિયર છું, તારા મમ્મીએ લગ્ન સમયે દાગીના અને રોકડા આપ્યા નથી

Updated: Jun 30th, 2024


Google NewsGoogle News

 લગ્ન  પછી પત્નીને અમેરિકા નહી ંલઇ જઇ છૂટાછેડા માંગતા ેએનઆરઆઇ પતિ 1 - imageવડોદરા,લગ્ન પછી યુ.એસ. નહી ંલઇ જનાર પતિ તથા તેની ચઢમણી કરનાર નણંદ, નણંદોઇ સામે મહિલા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. એન.આર.આઇ.  પતિએ પત્નીની અમેરિકાની ફાઇલ જ ેદિવસે મૂકી હતી. તે જ દિવસે કેન્સલ પણ કરાવી દીધી હતી.

સુભાનપુરા વિસ્તારમાં રહેતી હિમાલીના લગ્ન તા. ૨૫ - ૦૧ - ૨૦૨૨ ના  રોજ જય જગદીશભાઇ પટેલ ( રહે. અમેરિકા) સાથે થયા હતા. મહિલા પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, લગ્ન પછી મારા પતિના મિત્રના લગ્ન તેઓ લગ્નમાં ગયા હતા. હું વડોદરા  હોવાથી હું અહીંયાથી એકલી લગ્નમાં ત્યાં ગઇ હતી.  મારા  પતિ ખૂલ જ દારૃ પીધેલી  હાલતમાં હતા. મેં મારા પતિને જમવા બાબતે કહેતા તેમણે મારી સાથે ઝઘડો કરતા હું વડોદરા આવી ગઇ હતી. યુ.એસ.એ. જઈને હું તારી વિઝાની  ફાઇલ મૂકીશ તેવું કહીને મારા પતિ જતા રહ્યા હતા. મારા  પતિના કહેવાથી ફેબુ્રઆરી - ૨૦૨૩ માં રિસેપ્શન રાખ્યું હતું. મારા  પતિએ મને કહ્યું હતું કે, હું કોમ્પ્યુટર એન્જિનિયર છું. તારી મમ્મીએ દાગીના કે રોકડા આપ્યા નથી. જેથી, સમાજમાં વાતો થાય છે. તારી મમ્મીને કહેજે કે, રિસેપ્શનમાં દાગીના અને રોકડા રૃપિયા આપે. મેં કહ્યું કે, અમે  અમારી પરિસ્થિતિ પ્રમાણે આપીશું. જેથી, મારા પતિએ મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. મારી મમ્મીએ ૧૫ તોલા સોનુ આપ્યું હતું. મારા નણંદ મીરાબેન તથા નણંદોઇ રોનક મારા પતિની ચઢામણી કરતા હતા. મારા પતિ અવાર - નવાર અમેરિકાથી આવતા હતા. થોડા દિવસ રોકાઇને પરત જતા રહેતા હતા.  હું ગર્ભવતી થતા મારા પતિએ કહ્યું કે, તારી અમેરિકાની ફાઇલ ખૂલવાની છે. જો તું પ્રેગ્નન્ટ હોઇશ તો તું આવી શકીશ નહીં. તું ગર્ભપાત કરાવી દે. જેથી, મેં ગર્ભપાત કરાવી  દીધો હતો. પરંતુ, મારા  પતિ અને સાસરિયાઓએ મારી તબિયત  પણ પૂછી નહતી. જાન્યુઆરી મહિનામાં યુ.એસ.થી આવ્યા પછી તેઓ ૧૮ મી ફેબુ્રઆરીએ પરત જતા રહ્યા હતા. તા. ૨૭ મી માર્ચે મારા  પતિએ ફોન કરીને છૂટાછેડા માટેની વાત કરી હતી. ત્યારે મને જાણ થઇ કે, મારા પતિએ મારી અમેરિકાની ફાઇલ જે દિવસે મૂકી હતી તે દિવસે જ  કેન્સલ કરાવી દીધી હતી. મારી ફાઇલ ફરીથી એક્ટિવ કરાવવા માટે ૫૦  લાખની માંગણી મારા  પતિ દ્વારા કરવામાં આવી હતી.


Google NewsGoogle News