હવે મહીસાગરમાં પણ મગર, ચોકારી ગામે ઘરમાં ઘૂસી ગયેલા મગરનું રેસ્ક્યુ

Updated: Sep 28th, 2023


Google NewsGoogle News
હવે મહીસાગરમાં પણ મગર, ચોકારી ગામે ઘરમાં ઘૂસી ગયેલા મગરનું રેસ્ક્યુ 1 - image

વડોદરા,તા.28 સપ્ટેમ્બર 2023,ગુરૂવાર 

વડોદરાની વિશ્વામિત્રી તેમજ અન્ય નદીઓમાં મગરો વસવાટ કરી રહ્યા છે ત્યારે હવે મહીસાગર નદીનો પણ તેમાં ઉમેરો થયો છે. જેને કારણે કાંઠા વિસ્તારના લોકો સતર્ક રહે તે જરૂરી બન્યું છે.

વડોદરાની વિશ્વામિત્રી નદીમાં સૌથી વધુ મગરો જોવા મળી રહ્યા છે અને આ મગરો ચોમાસા દરમિયાન સ્થળાંતર કરી આસપાસની નદી અને તળાવમાં જતા હોય છે. જેને કારણે વિશ્વામિત્રની આસપાસની નર્મદા તેમજ ઢાઢર, દેવ નદી સહિતની નદીઓ અને ગ્રામ્ય વિસ્તારના તળાવમાં પણ મગરો મળી રહ્યા છે.

મગરોની હાજરી હવે મહીસાગરમાં પણ જોવા મળતા કાંઠા વિસ્તારના લોકો માટે ચેતવાનો વખત આવ્યો છે. વડોદરા નજીક પાદરા તાલુકાના ચોકારી ગામે ભાઠા વિસ્તારમાં રહેતા મહેશભાઈના મકાનમાં બે દિવસ પહેલા પાંચ ફૂટનો મહાકાય મગર આવી ગયો હતો.

સારા નસીબે ઘરમાં કોઈ હાજર ન હતું અને પરિવારજનો થોડી દૂર બેઠા હતા ત્યારે કોઈનું ધ્યાન જતા જાનહાની થતા રહી ગઈ હતી. બનાવ અંગે પાદરાના જીવ દયા કાર્યકર પ્રવિણસિંહ અને સંજયભાઈને જાણ કરાતા તેમણે પાંચ ફૂટના મગરનું રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વિભાગને સોંપ્યો હતો.


Google NewsGoogle News