સિવિલમાં હવે કેન્સર,કિડની,હૃદયના ગંભીર રોગનું નિદાન-સારવાર થઇ શકશે
૧૯ સુપરસ્પેશ્યાલીસ્ટની સીએમ સેતુ અંતર્ગત ભરતી
ન્યુરો ફિજીશીયન-સર્જન, ગેસ્ટ્રોલોજીસ્ટ, પ્લાસ્ટીક સર્જન, યુરોલોજીસ્ટ નેફ્રોલોજીસ્ટ તથા પીડિયાટ્રીક ઇન્ટેન્ટીવ પણ ત્રણ કલાક ઓપીડી ચલાવશે
પાટનગરની સિવિલ હોવા છતા ગાંધીનગરની સરકારી હોસ્પિટલોમાં
સુપર સ્પેશ્યાલીસ્ટ તબીબોના અભાવે ગંભીર બિમારીઓના મોટાભાગના દર્દીઓને સારવાર માટે
અમદાવાદ કે અન્ય ખાનગી હોસ્પિટલોમાં મોકલી દેવામાં આવતા હતા. ત્યારે સીએમ સેતુ
યોજના અંતર્ગત સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરની ભરતી કરવામાં આવી છે. આ અંગે સિવિલના
સુપ્રિટેન્ડેન્ટ ડો. મિતા પરીખે જણાવ્યું હતું કે, સીએમ સેતુ યોજના અંતર્ગત થોડા દિવસો અગાઉ ઇન્ટરવ્યુ
રાખવામાં આવ્યા હતા જેમાં તબીબોની અવેબીલીટી,
આવડત તથા જિલ્લાકક્ષાએ દર્દીઓની સંખ્યાને ધ્યાને રાખીને ૧૯ જેટલા સુપર
સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની હંગામી ભરતી કરવામાં આવી છે. જેમાં ત્રણ ન્યુરો ફિજીશીયન, બે ન્યુરો સર્જન,ચાર
ગેસ્ટ્રોલોજીસ્ટ, એક
પ્લાસ્ટીક સર્જન, ત્રણ
યુરોલોજીસ્ટ, બે ઓન્કો
સર્જન, એક
કાર્ડિયોલોજીસ્ટ, એક
પીડીયાટ્રીક ઇન્ટેન્ટીવ તથા બે નેફ્રોલોજીસ્ટનો સમાવેશ થાય છે.
આ તમામ ૧૯ સુપરસ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોને ઓપીડીનો સમય અને
જગ્યા પણ ફાળવી દેવામાં આવી છે. સિવિલના ડોક્ટરોને લાગશે કે કોઇ દર્દીને સુપર
સ્પેશ્યાલીસ્ટના નિદાન-સલાહ-સારવારની જરૃર છે તો તે દર્દીને જે તે જગ્યાએ રીફર
કરાશે.તો દર્દીઓ પણ ઓપીડીના સમયે સીધા આ સુપર સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોને બતાવી શકશે.
આ સુપર સ્પેશ્યાલીસ્ટને ત્રણ કલાકના સાડા આઠ હજાર રૃપિયા સરકાર તરફથી ચુકવવામાં
આવશે.