મર્ડર, ખંડણી, લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલો નામચીન સમીર બંટી ઝડપાયો
વડોદરા, તા. 08 ડિસેમ્બર 2023 શુક્રવાર
વડોદરામાં વેપારીઓ પાસે ખંડણી હત્યા તેમ જ બીજા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો સમીર બંટી અમદાવાદની જેલમાંથી ભાગી છૂટ્યા બાદ વડોદરામાંથી પકડાઈ ગયો છે.
મંગળ બજાર વિસ્તારના વસુધા એપાર્ટમેન્ટમાં રહેતો સમીર ઉર્ફે બંટી અશોકભાઈ પંડ્યા સામે ખૂન, ખાંડણી, લૂંટ, હત્યાનો પ્રયાસ, મારા મારી જેવા 30 જેટલા ગુના નોંધાયા હતા.
સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી હત્યા અને હત્યાના પ્રયાસના બનાવવામાં સમીરને અમદાવાદની જેલમાં મોકલવામાં આવ્યો હતો. ગઈ તા 29 મી નવેમ્બરે તે વચગાળાના જામીન પર છૂટ્યો હતો અને તા 1લી ડિસેમ્બરે જેલમાં હાજર થવાનું હતું.
પરંતુ રીઢો આરોપી હાજર થવાને બદલે ભાગી છુટ્યો હતો. જેથી તેને શોધવા માટે જેલ સત્તાધીશો એ વડોદરા પોલીસને જાણ કરી હતી. સમીર મેતાપુર વિસ્તારમાં હાજર હોવાની વિગતો મળતા પેરોલ ફર્લો સ્કવોડે વોચ રાખી તેને ઝડપી પાડ્યો હતો અને અમદાવાદ જેલમાં મોકલવાની તજવીજ કરી હતી.