જેલની બહાર જ નામચીન કૃણાલ કહાર અને તેના સાગરિતોની પોલીસ સાથે માથાકૂટ

પ્રોહિબિશનના ૧૨ અને ખૂનની કોશિશ, ખંડણી તથા મારામારીના અન્ય ૧૫ ગુનાઓ

Updated: Mar 23rd, 2024


Google NewsGoogle News
જેલની બહાર જ નામચીન કૃણાલ કહાર અને તેના સાગરિતોની  પોલીસ સાથે માથાકૂટ 1 - image

વડોદરા,જવાહર નગર પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા નામચીન કૃણાલ કહારની  પાસામાં અટકાયત કરવાની હોવાથી પોેલીસની ટીમ જેલ પર પહોંચી હતી. જેલની બહાર કૃણાલ અને તેના સાગરિતોએ પોલીસ સાથે માથાકૂટ કરતા પરિસ્થિતિ વણસી હતી.  પરંતુ, પોલીસ તેને  સિફત પૂર્વક તેને જીપમાં બેસાડી પોલીસ સ્ટેશન લઇ આવી હતી.

ઉત્તરાયણ પૂર્વે સ્ટેટ મોનિટરિંગ જવાહર નગર પોલીસ સ્ટેશનની હદમાં દરોડો પાડી વિદેશી દારૃની ૨૪,૦૧૩ બોટલ કિંમત રૃપિયા ૩૨ લાખની કબજે કરી હતી. પોલીસે દારૃ, ટ્રક અને  દારૃ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. રણોલીમાં દારૃનું કટિંગ ચાલતું હતું ત્યારે જ એસએમસી ત્રાટકતાં ચાર જણા ઝડપાઇ ગયા હતા. પોલીસે ટ્રક કબજે કરી ગણતરી કરતાં કુલ રૃ.૩૨.૧૬ લાખની કિંમતની દારૃની ૨૪૦૧૩ નંગ બોટલો મળી આવી હતી. પોલીસે દારૃની ટ્રક ઉપરાંત કટિંગ માટે લવાયેલા સ્કૂટર સહિતના ત્રણ વાહન અને પાંચ મોબાઇલ મળી કુલ રૃ.૫૨.૯૧ લાખની મત્તા કબજે કરી હતી.

 આ કેસમાં પોલીસે આજવા રોડ પર રહેતા અને નાસતા ફરતા નામચીન કૃણાલ કહારને ઝડપી પાડી જેલમાં મોકલી આપ્યો હતો. જામીન પર છૂટયા પછી જવાહર નગર પોલીસની ટીમ જેલ પર ગઇ હતી. જેલની બહાર નીકળતા જ પોલીસ તેને પકડવા પહોંચી ગઇ હતી. પરંતુ, તેના સાગરિતોએ પોલીસ સાથે માથાકૂટ શરૃ કરી હતી. પહેલા વોરંટ બતાવો તેવું કહીને ઝઘડો શરૃ કર્યો હતો. ઝઘડો વધે તે પહેલા જ પોલીસે સિફત પૂર્વક તેને જીપમાં બેસાડી દીધો હતો. કૃણાલ કહારની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. કૃણાલ કહાર સામે પ્રોહિબિશનના ૧૨ અને મારામારી, ખંડણી, રાયોટિંગ, હત્યાની કોશિશના ૧૫ ગુનાઓ નોંધાયા છે. અગાઉ ચાર વખત પાસામાં જઇ આવ્યો છે. જ્યારે છ વખત તડિપાર કરવામાં આવ્યો હતો.


Google NewsGoogle News