વડોદરાના ગોરવાનો નામચીન બુટલેગર પાસા હેઠળ જેલમાં, ખંડણી અને દારૂ જેવા 19 ગુના હતા

Updated: Feb 28th, 2024


Google NewsGoogle News
વડોદરાના ગોરવાનો નામચીન બુટલેગર પાસા હેઠળ જેલમાં, ખંડણી અને દારૂ જેવા 19 ગુના હતા 1 - image

વડોદરા,તા.28 ફેબ્રુઆરી 2024,બુધવાર

વડોદરાના ગોરવા વિસ્તારના નામચીન બુટલેગર વિજેન્દ્રને ગોરવા પોલીસે પાસા હેઠળ અટકાયત કરી જેલમાં મોકલી આપ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે, ગોરવાના ઋષિ નગર ખાતે રહેતો વિજેન્દ્ર ઉર્ફે ટેણી શિવરામ કઠેરીયા રાજ્ય બહારથી દારૂ લાવી ધંધો કરતો હોવાની માહિતી મળી હતી. તેની સામે ખંડણી, ધમકી અને દારૂ જેવા 19 ગુના નોંધાયેલા હતા.

વિજેન્દ્રને અગાઉ બે વાર પાસા પણ થઈ હતી તેમજ એકવાર તડીપાર પણ કરવામાં આવ્યો હતો. ગોરવા પોલીસે ફરીથી તેને પાસા હેઠળ અટકમાં લઈ રાજકોટ જેલમાં મોકલી આપ્યો છે.


Google NewsGoogle News