ડભોઇ રોડ પર આંકડાનો જુગાર રમાડતો નામચીન આરોપી પકડાયો

આજવા રોડ પર હોટલની પાછળ જુગાર રમતા પાંચ આરોપી ઝડપાયા

Updated: Feb 19th, 2024


Google NewsGoogle News

 વડોદરા,ડભોઇ રોડ પર આંકડાનો જુગાર રમાડતો નામચીન આરોપી પકડાયો 1 - imageપ્રતાપ નગર રોડ પર આંકડાનો જુગાર રમાડતા નામચીન નરેશ પંડિત સહિત પાંચ આરોપીઓને પીસીબી પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે આજવા રોડ પર જુગાર રમતા પાંચ જુગારીઓને બાપોદ પોલીસે ઝડપી  લીધા  હતા.

પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, પ્રતાપ નગર ડભોઇ રોડ ત્રણ રસ્તા પાસે કાગડાની ચાલીમાં રહેતો નરેશ સુરેન્દ્રભાઇ પંડિત ઘર પાસે આંકડાનો જુગાર રમાડી રહ્યો છે. જેથી,  પીસીબી પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે રેડ  પાડીને (૧) નરેશ પંડિત (૨) ઇકબાલ શેખમહંમદ જંબુસરિયા ( રહે.દેસાઇ યાર્ડ, ડભોઇ રોડ) (૩) રાહુલ વિશ્રામભાઇ ( રહે. લુહાર વાસ,પ્રતાપ નગર) (૪) નજરમહંમદ મઝરખાન અંસારી ( રહે. ન્યૂ સોસાયટી, ડભોઇ રોડ) તથા (૫) રવિ સુરેશભાઇ પટેલ ( રહે. વુડાના મકાનમાં, સોમા તળાવ પાસે) ને ઝડપી પાડયા હતા. પોલીસે  જુગારીઓ  પાસેથી રોકડા અને મોબાઇલ સહિત ૧૫,૨૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાપોદ પોલીસે મળેલી માહિતીના આધારે  આજવા રોડ ખટ્ટી ઈમલી હોટલની પાછળ  જુગાર રમતા ં (૧) દેવ નારાયણ ભાઈ મૌર્ય (રહેવાસી ભુતડી જાપા રામદેવપીરની ચાલી) (૨) હરીચંદ્ર તુકારામ સાળુંકે (રહે. સરદાર ઉદ્યોગ સોસાયટી કિશનવાડી ) (૩) કિરણ ચંદ્ર અમૃતલાલ વસાણી (રહે.છાણી ગામ ) (૪) મહેન્દ્ર ડાયાભાઈ રોહિત (રહેવાસી દત્તનગર આજવા રોડ ) તથા (૫) રમેશ શ્રીચંદ્ર પંજાબી ( રહે. લકુલેશનગર આજવા રોડ) ને ઝડપી પાડયા હતા.  પોલીસે જુગારીઓ પાસેથી રોકડા રૃપિયા તથા મોબાઇલ મળીને કુલ ૧૫,૫૦૦ રૃપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.


Google NewsGoogle News