રજીસ્ટ્રેશન નહીં કરાવનાર 106 વ્યવસાયકારોને નોટિસ ફટકારાઇ

Updated: Aug 20th, 2024


Google NewsGoogle News
રજીસ્ટ્રેશન નહીં કરાવનાર 106 વ્યવસાયકારોને નોટિસ ફટકારાઇ 1 - image


ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વેરો વસુલાત માટે

૩૦ સપ્ટેમ્બર સુધીમાં વેરો નહિ ભરાય તો દંડ વસુલાશે અત્યાર સુધીમાં પ્રોફેશનલ ટેક્સની ૬.૫૯ કરોડની આવક

ગાંધીનગર  :  ગાંધીનગર કાર્પોરેશન દ્વારા પ્રોફેશનલ ટેક્સ ઉઘરાવવામાં આવી રહ્યો છે ત્યારે સમયસર વેરો ભરવા માટે રજીસ્ટ્રેશન નહીં કરનાર ૧૦૬ જેટલા વ્યવસાયકારોને નોટિસ ફટકારવામાં આવી છે તો અત્યાર સુધીમાં કોર્પોરેશનને પ્રોફેશનલ ટેક્સ પેટે.૫૯ કરોડ રૃપિયાની આવક થઈ ગઈ હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા વિસ્તારમાં આવતા અલગ અલગ વ્યવસાય સાથે સંકળાયેલા વ્યવસાયકારો પાસેથી વેરો વસૂલવામાં આવે છે અને જેની નોંધણી પણ ફરજિયાત કરવામાં આવી છે. જો કે હજી સુધી ઘણા વ્યવસાયકારો વેરો ભરવા માટે નોંધણી કરાવતા નથી. જેના પગલે કોર્પોરેશન દ્વારા નોટિસ આપીને નોંધણી કરાવી જવા માટે તાકીદ કરવામાં આવે છે.  અવારનવાર મહાનગરપાલિકાની ટેક્સ શાખા દ્વારા આ વસુલાત માટે વ્યવસાયકારોને શોધીને નોટીસ આપી રજિસ્ટ્રેશન કરાવવા માટે ઝુંબેશ ચલાવવામાં આવતી હોય છે. એપ્રિલથી જુલાઇ સુધીના ચાર મહિનામાં નવા ૧૮૯ વ્યવસાયકારોનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. ચાલું નાણાકીય વર્ષમાં મહાનગરપાલિકાને ૬.૫૯ કરોડ રૃપિયાની આવક થઇ હતી. ગત વર્ષે કુલ ૧૪.૪૬ કરોડની આવક થઇ હતી. આ વખતે ચાર મહિનામાં તેના ૫૦ ટકા જેટલી વસૂલાત થઇ ગઇ છે. સમયસર વેરો નહીં ભરનારા પ્રોફેશનલ્સને નોટીસ ફટકારવામાં આવી રહી છે. ૩૦ સપ્ટેમ્બર સુધીમાં વ્યવસાયવેરો નહીં ભરવામાં આવે તેવા વ્યવસાયકારો પાસેથી દંડાત્મક કાર્યવાહીના ભાગરૃપે અલગથી દંડ લેવામાં આવશે.


Google NewsGoogle News