રોડ પર ગંદકી, દબાણ અને પાર્કિંગ બદલ ૩ ને નોટિસ ઃ ૧.૨૫ લાખ દંડ

બાલાજી, ડી-માર્ટ અને ફોર્ચ્યુન પ્રેસ્ટિજને કોર્પો.ના વહીવટી વોર્ડ નં.૧૭ દ્વારા નોટિસ

Updated: Dec 4th, 2023


Google NewsGoogle News
રોડ પર ગંદકી, દબાણ અને પાર્કિંગ બદલ ૩ ને નોટિસ ઃ ૧.૨૫ લાખ દંડ 1 - image

વડોદરા, તા.4 વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં રોડ પર રોડા, માટી, છારૃ નાખીને દબાણ કરવા બદલ તેમજ તેના લીદે ગંદકી ફેલાતી હોવાથી તેમ જ રોડ પર વાહનચાલકોને નડતરરૃપ થાય તે રીતે પાર્કિંગ કરાતું હોવથી વડોદરા કોર્પોરેશને ત્રણ કોમર્શિયલ બિલ્ડિંગને નોટિસ ફટકારીને સવા લાખનો દંડ ફટકાર્યો છે.

વોર્ડ નં.૧૭ની સેનેટરી શાખા દ્વારા તુલસીધામ જ્યુપીટર રોડ પર બાલાજી એપાર્ટમેન્ટને નોટિસ અપાઈ છે જેમાં જણાવાયું છે કે, આપની બાંધકામ સાઈટની ઈંટો, રેતી અને કપચી નાખીને ફૂટપાથ પર દબાણ કરેલુ ંછે. જે બદલ રૃા.૨૫ હજાર વહીવટી ચાર્જ વોર્ડ નં.૧૭માં આવીને ભરી જવા.

દીપ ચેમ્બર ચાર રસ્તા પાસે, ડીમાર્ટના બ્રાન્ચ મેનેજરને આપેલી નોટિસમાં જણાવાયું છે કે, ડી-માર્ટમાં આવતા લોકો દ્વારા રોડ પર પાર્કિંગ કરવામાં આવતું હોવાથી પસાર થવામાં તકલીફ રહે છે અને જાહેર રોડ પર પાર્કિંગ નહીં કરવા જણાવવામાં આવે છે. આ પેટે દંડના રૃા.૫૦,૦૦૦ ભરવા નોટિસ અપાઈ છે.

તુલસીધામ, જ્યુપીટર રોડ પર ફોર્ચ્યુન પ્રેસ્ટિજને આપેલી નોટિસમાં કહ્યું છે કે, તમારી સાઈટ પરથી નીકળતા મુખ્ય માર્ગ પર માટી તથા કાદવ કીચડથી ગંદકી કરવામાં આવે છે, તે બદલ દંડ પેટે ૫૦,૦૦૦ તાત્કાલિક ભરવા તથા રોડ પર સાફ સફાઈ કરવા જણાવ્યું હતું. બે-ત્રણ દિવસમાં દંડની રકમ ભરી દેવામાં આવશે તેમ કોર્પોરેશનના વર્તુળો દ્વારા જણાવાયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, જાહેરમાર્ગ પર ગંદકી કરવા બદલ કોર્પોરેશન દ્વારા છેલ્લા ઘણા સમયથી દંડનીય કાર્યવાહી કરવાનું શરૃ કરાયું છે. કોર્પો.એ લોકોને જાહેરમાં ગંદકી નહીં કરવા અને સ્વચ્છતામાં સહકાર આપવા અપીલ કરી છે.




Google NewsGoogle News