મતગણતરીમાં નોટાનું સ્થાન ત્રીજુ એક ડઝન ઉમેદવારો કરતાં પણ વધારે નોટાને મત મળ્યા
એકપણએકપણ ઉમેદવાર પસંદ નથી તે માટે નોટા બટન ૧૮૩૮૮ મતદારોએ દબાવ્યું
વડોદરા, તા.4 વડોદરા લોકસભા બેઠક પરની ચૂંટણીમાં કોઇપણ ઉમેદવારને મત આપવો નથી તેના વિકલ્પ રૃપે મતદારો માટે રાખવામાં આવેલી નોટાની સવલતનો મતદારોએ લાભ લીધો હતો. વડોદરા લોકસભા બેઠક પર ડો.હેમાંગ જોશી તેમજ જશપાલસિંહ પઢિયાર સહિત એક પણ ઉમેદવાર લાયક નથી તેમ માની નોટાના બટનનો ઉપયોગ ૧૮ હજારથી વધુ મતદારોએ કર્યો હતો.
ચૂંટણી પંચ દ્વારા સૌપ્રથમ વખત ઇવીએમમાં ઉમેદવારોના નામ ઉપરાંત છેલ્લુ બટન નોટા (નન ઓફ ધ એબોવ)નો વિકલ્પ લોકસભાની વર્ષ ૨૦૧૪ની સામાન્ય ચૂંટણી એપ્રિલ માસમાં યોજાઇ ત્યારથી આપવામાં આવ્યો હતો. નોટાના વિકલ્પ સાથેની આ ચૂંટણીને સારો પ્રતિસાદ મળ્યો હોય તેમ આજની મતગણતરી પરથી લાગે છે. વડોદરા લોકસભા બેઠક પર ઉભા રહેલા કુલ ૧૪ ઉમેદવારો પૈકી એક પણ ઉમેદવાર મત આપવાને લાયક નથી તેમ માની ૧૮૩૮૮ જેટલા મતદારોએ નોટા તરફી મતદાન કર્યું હતું.
ઉલ્લેખનિય છે કે મે માસમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં પડેલા નોટાના મતોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. ગત લોકસભા ચૂંટણીમાં ૧૭ હજાર જેટલા મતો પડયા હતાં. વડોદરા લોકસભા બેઠક પર આજે યોજાયેલી મતગણતરીમાં કુલ ૧ ટકા જેટલા મતો નોટામાં પડયા હતાં. ભાજપ અને કોંગ્રેસના બે ઉમેદવાર સિવાય અન્ય ૧૧ ઉમેદવારોને અડધા ટકાથી પણ વધુ મત મળ્યા નથી જ્યારે નોટાને વધારે મતો પ્રાપ્ત થયા હતાં.