કરજણ પોલીસ સ્ટેશનમાં જમા 69 વાહનોનો કોઈ રેકર્ડ જ ના મળ્યો
- વાહનોનું વર્ગીકરણ કરતાં 2015 પછી કબ્જે કરાયેલા વાહનો ક્યાં ગુનામાં કબ્જે કર્યા તેની કોઈ નોંધ ન હતી
વડોદરા,તા.30 ઓગસ્ટ 2023,બુધવાર
કરજણ પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં મુકેલા 69 ટુ વ્હિલરોની લાંબા સમયથી પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ જ ન હોવાનું જણાયું હતું.
આ અંગેની વિગત એવી છે કે વર્ષ 2015 પછીના મુદ્દામાલ વાહન નિકાલની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. દરમ્યાન પોલીસ સ્ટેશન ખાતેના વાહનોનુ વગીકરણ કરતા ઘણા લાંબા સમયથી કરજણ પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં પડી રહેલ મુદ્દામાલ વાહનોની કરજણ પોલીસ સ્ટેશન ખાતે રેકર્ડ પર કોઈ નોંધ ન હતી. સરકારી રેકર્ડ પર ના હોય તેવા કુલ 69 ટુવ્હીલર વાહનોનો કોઈ રેકર્ડ નથી. આ વાહનો ક્યાં ગુના હેઠળ કબ્જે કરવામાં આવ્યા તે અંગે કોઈ નોંધ નહીં હોવાથી આખરે નોંધ કરી પોલીસ કબ્જા હેઠળ બતાવાયા હતા.