રામનવમીની શોભાયાત્રાના રૃટ પર બપોરે ત્રણ વાગ્યાથી નો પાર્કિંગ
શોભાયાત્રાના રૃટ તરફ આવતા તમામ વાહનો માટે નો એન્ટ્રી
વડોદરારામનવમીની શોભાયાત્રાના રૃટ પર નો એન્ટ્રી તથા નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.
શહેરના કુંભારવાડા વિસ્તારમાંથી નીકળનારી શોભાયાત્રા સાંજે ચાર વાગ્યે નીકળી ફતેપુરા ચાર રસ્તા, અડાણીયા પુલ ચર રસ્તા, ચાંપાનેર દરવાજા, માંડવી એમ.જી.રોડ, લહેરીપુરા દરવાજા, ન્યાયમંદિર થઇ હઠીલા હનુમાનજી મંદિર આવી સાંજે સાડા સાત વાગ્યે પૂર્ણ થશે. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભક્તો જોડાવાના હોવાથી પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં શોભાયાત્રાના રૃટ પર બપોરે ત્રણ વાગ્યાથી નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તેમજ સંગમ ચાર રસ્તાથી માંડવી તરફ જવાના, ભૂંતડીઝાંપાથી ફતેપુરા ચાર રસ્તા તરફ જવાના રોડ એટલેકે, શોભાયાત્રાના રૃટ પર આવતા તમામ એપ્રોચ રોડ પર તમામ પ્રકારના વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે. શોભાયાત્રા આગળ વધ્યા પછી જરૃરિયાત મુજબ રૃટ ખોલવામાં આવશે.