તિરંગા યાત્રાના પગલે રૃટ પર તમામ વાહનો માટે નો પાર્કિંગ

યાત્રાના રૃટ તરફ આવતા તમામ માર્ગો પર વાહનો માટે નો એન્ટ્રી

Updated: Aug 10th, 2024


Google NewsGoogle News

 તિરંગા યાત્રાના પગલે રૃટ પર તમામ વાહનો માટે નો પાર્કિંગ 1 - imageવડોદરા,તિરંગા યાત્રાના પગલે વાહન વ્યવહારમાં સરળતા રહે તે માટે યાત્રાના રૃટને અનુલક્ષીને નો પાર્કિંગ તથા નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.

આગામી ૧૨ મી તારીખે સાંજે ચાર વાગ્યે કોર્પોરેશન દ્વારા હર ઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. તે યાત્રામાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહ મંત્રી પણ હાજર રહેવાના છે. આ યાત્રાનું સમાપન નવલખી ગ્રાઉન્ડથી નીકળી રાજહેલ રોડ, કીર્તિસ્થંભ સર્કલ, ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા, વીર ભગતસિંહ ચોક, લાલકોર્ટ, ગાંધીનગર ગૃહ આવીને થશે. નાગરિકોેને આ યાત્રા દરમિયા અગવડ ના પડે તે માટે પોલીસ કમિશનર દ્વારા નો પાર્કિંગ અને નો એન્ટ્રી અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. યાત્રાના રૃટ પર તમામ  પ્રકારના વાહનો માટે નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આ રૃટ તરફ આવતા તમામ માર્ગો પર વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.


Google NewsGoogle News