ભગવાન નરસિંહજીના વરઘોડાને લીધે નો પાર્કિંગ
વરઘોડાના રૃટ પર વાહનો માટે નો એન્ટ્રી
વડોદરા,આગામી સોમવારે નીકળનારા ભગવાન નરસિંહજીના વરઘોડાના કારણે તેના રૃટ પરના રસ્તા પર નો એન્ટ્રી તથા નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યા છે.
તા. ૨૭મી એ ભગવાન નરસિંહજીના લગ્નનો વરઘોડો એમ.જી.રોડ નરસિંહજીની પોળ ખાતેથી બપોરે ત્રણ વાગ્યે નીકળશે. વરઘોડો માંડવી થઇ ચાંપાનેર દરવાજા, ફતેપુરા ચાર રસ્તા થઇ તુલસીવાડી તુલસી મંદિરે જશે. લગ્ન વિધિ પૂર્ણ થયા પછી વરઘોડો મોડી રાતે અગિયાર વાગ્યે નીકળી બીજે દિવસે વહેલી સવારે પાંચ વાગ્યે પરત આવશે. વરઘોડામાં નાગરિકોને અગવડ ના પડે તે માટે વરઘોડાના રૃટ પરનો રોડ તા.૨૭મી એ બપોરે બાર વાગ્યાથી બીજે દિવસે વહેલી સવારના પાંચ વાગ્યા સુધી નો પાર્કિંગ જાહેર કરવામાં આવ્યો છે. રૃટ તરફ આવતા તમામ વાહનો માટે નો એન્ટ્રી જાહેર કરવામાં આવી છે.
જ્યારે અડાણીયા પુલ ચાર રસ્તા અને ફતેપુરા ચાર રસ્તા પર વાહનોને રોડ ક્રોસ કરવા પૂરતી છૂટ આપવામાં આવશે.