Get The App

વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં 10 થી વધુ ખાડાઓ ખોદાયા છતાં 15 દિવસથી પાણીની લાઈનમાં લીકેજ મળતું નથી

Updated: May 17th, 2024


Google NewsGoogle News
વડોદરાના ખોડીયાર નગર વિસ્તારમાં 10 થી વધુ ખાડાઓ ખોદાયા છતાં 15 દિવસથી પાણીની લાઈનમાં લીકેજ મળતું નથી 1 - image


Vadodara Corporation : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારના ખોડીયાર નગર આસપાસ ગંદા પાણી અંગે લીકેજ શોધવા 12 જેટલા ખાડા ખોદવા છતાં તંત્ર લીકેજ શોધી શક્યું નથી. 

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના પૂર્વ વિસ્તાર ન્યુ વીઆઇપી રોડ પર ખોડિયાર નગરના સ્થાનિક રહીશોએ પીવાના પાણીમાં ગંદુ પાણી મિશ્રિત થતું હોવાની ફરિયાદો પાલિકા તંત્ર સમક્ષ કરી હતી. 

પરિણામે મહાનગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં લાઈન લીકેજ શોધવા બાબતે બોસ મોટા અને ઉંડા 10 થી 12 જેટલા ખાડા પંદરેક દિવસ અગાઉ ખોદવામાં આવ્યા હતા. જોકે વાહન વ્યવહાર અને ચહલપાલથી ધમધમતા આ રસ્તે ખાડા ખોદાયા હોવાથી વાહન વ્યવહારને ભારે તકલીફ પડી રહી છે. જ્યારે રાહદારીઓને સતત અકસ્માતનો ભય રહે છે. 

છેલ્લા કેટલાય દિવસથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે, પાલિકા તંત્ર દ્વારા પાણી લીકેજ સતત શોધવામાં આવી રહ્યું છે પરંતુ આજ દિન સુધી લાઈન લીકેજ શોધવામાં પાલિકા તંત્ર સફળ થયું નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

 આ વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસથી પીવાના પાણી સાથે ગટરના ગંદા પાણી મિક્સ થઈને આવતા સ્થાનિકોને આવા ગંદા પાણી પીવાની ફરજ પડતી હોવાની વારંવાર ફરિયાદો આવી હતી. ગટરના ગંદા પાણી પીવાના કારણે સ્થાનિક લોકોને પાણીજન્ય રોગચાળો ફેલાવવાની ભીતિ સતાવી રહી છે.


Google NewsGoogle News