ક્રિકેટર હાર્દિક પંડયાના રોડ શો ને અનુલક્ષીને નો એન્ટ્રી

આજે સાંજે પાંચ વાગ્યે માંડવીથી રોડ શો શરૃ થશે

Updated: Jul 14th, 2024


Google NewsGoogle News
ક્રિકેટર હાર્દિક પંડયાના રોડ શો ને અનુલક્ષીને નો એન્ટ્રી 1 - image

વડોદરા,આવતીકાલે ક્રિકેટર હાર્દિક પંડયાના સન્માનમાં એક રોડ શો નું આયોજન કરવામાં આવ્યું છે. તેને અનુલક્ષીને પોલીસ કમિશનર દ્વારા રોડ શો ના રૃટ પર નો એન્ટ્રી અંગેનું જાહેરનામુ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

ટ્વેન્ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં થયેલા વિજયની ઉજવણી માટે ક્રિકેટર હાર્દિક પંડયા તથા તેના પરિવારનું સન્માન કરવા માટે રોડ શો યોજાવાનો છે.  આ રોડ શો માંડવીથી શરૃ થઇ લહેરીપુરા દરવાજા,ન્યાયમંદિર, ફાયર બ્રિગેડ ચાર રસ્તા દાંડિયાબજાર, મહારાણી નર્સિંગ હોમ ચાર રસ્તા થઇ  અકોટા બ્રિજ સોલાર પેનાલ પાસે પૂર્ણ થશે. રોડ શો સોમવારે સાંજે પાંચ વાગ્યે શરૃ થવાનો છે. જેને અનુલક્ષીને નાગરિકોને તકલીફ ના પડે તેમજ ટ્રાફિક જામની સમસ્યા ના સર્જાય તે માટે પોલીસ કમિશનર દ્વારા રોડ શો ના  રૃટ પર નો એન્ટ્રી ફરમાવવામાં આવી છે.


Google NewsGoogle News