સ્કૂલ વર્ધીના વાહન ચાલકો પર પોલીસની કાર્યવાહીની કોઇ અસર નહીં

સતત બીજે દિવસે ૧૫૨ વાહન ચાલકો સામે કાર્યવાહી : પોલીસની અપીલને પણ ઘોળીને પી ગયા

Updated: Feb 3rd, 2024


Google NewsGoogle News
સ્કૂલ વર્ધીના વાહન ચાલકો પર પોલીસની કાર્યવાહીની કોઇ અસર નહીં 1 - image

વડોદરા,પોલીસ દ્વારા સતત સ્કૂલ વર્ધીના વાહન ચાલકોને નિયમોનું પાલન કરી બાળકોના જીવ જોખમમાં નહીં મૂકવા માટે અપીલ કરવામાં આવે છે. પરંતુ, તેઓ સુધરવાનું નામ લેતા નથી. સતત બીજા દિવસે પણ ટ્રાફિક પોલીસે વધુ ૧૫૨ વાહન ચાલકો વિરૃદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

સ્કૂલમાં અભ્યાસ  કરવા જતા બાળકોની સલામતી પ્રત્યે બેદરકારી દાખવનાર સ્કૂલ વર્ધીના વાહન ચાલકોને પોલીસ દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે કે, તેઓ બાળકોની સલામતીનું ધ્યાન રાખે. ક્ષમતા કરતા વધુ બાળકોેને બેસાડે  નહી. ગઇકાલે પોલીસે ૧૨૫ વાહન ચાલકો વિરૃદ્ધ કાર્યવાહી કરી હતી. તેમછતાંય પોલીસની કાર્યવાહીની તેઓ પર કોઇ અસર થતી નથી. ટ્રાફિક પોલીસે આજે સતત બીજા દિવસે ૧૫ ટીમો બનાવી નિયમોનો ભંગ કરનાર ૧૫૨ વાહન ચાલકો સામે કાર્યવાહી કરી હતી. 


Google NewsGoogle News