સરકાર પાસેથી લાખો પડાવ્યા કામો ના કર્યા ચેકડેમ અને પાણીની ટાંકીના નામે ગ્રામજનોને ઉલ્લું બનાવ્યા

અબુબકર અને સંદિપને સાથે રાખી પોલીસની કામોના સ્થળે તપાસ

Updated: Nov 2nd, 2023


Google NewsGoogle News
સરકાર પાસેથી લાખો પડાવ્યા કામો ના કર્યા  ચેકડેમ અને પાણીની ટાંકીના નામે ગ્રામજનોને ઉલ્લું બનાવ્યા 1 - image

નસવાડી તા.૨ છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી ખાતેની નકલી સિંચાઇ કચેરીના માસ્ટરમાઈન્ડ અબુબકરને નકલી કામોની તપાસ માટે પોલીસ સ્થળ પર લઇ ગઇ હતી. પોલીસે પાંચ ગામોમાં ૧૨ જેટલા કામોની તપાસ કરી હતી જેમાં નકલી કામો બહાર આવ્યા છે. સંદિપ રાજપૂતને પણ પોલીસની ટીમ તપાસ માટે લઇ જઇને તપાસ હાથ ધરી હતી.

નકલી સરકારી કચેરીના અસલી કૌભાંડની તપાસમાં ચોકાવનારી વિગતો બહાર આવી રહી છે. છોટાઉદેપુરના સિંગલા ગામે ડુંગરવાળી કોતરમાં કાગળ ઉપર ચેકડેમ દર્શાવ્યો હતો તે  ચેકડેમના નાણાં ઉપાડયા ત્યારે ચેકડેમના બદલે ગામમાં ટાંકી જણાઇ હતી અને તે પણ પુવરઠા વિભાગે તૈયાર કરી છે. ચેકડેમના નામે રૃા.૯.૯૫ લાખની રકમ સરકારી તિજોરીમાંથી હડપ કરી દેવામાં આવી હતી. પોલીસે આ અંગે સરપંચના પણ નિવેદનો લીધા હતાં. 

છોટાઉદેપુર તાલુકાના નાનીદૂમાલી ગામે મહિલાઓને ઘર આંગણે પીવાની પાણીની સુવિધા માટે પાંચ લાખ રૃપિયા સરકાર પાસેથી ખોટા બિલ બનાવી સંદિપ રાજપૂત અને અબુબકર સૈયદે ઉચાપત કરી છે. ભેજાબાજોએ એક હલકી ગુણવત્તાની પીવીસી ટાંકી જ ભેજાબાજોએ લગાવી જ્યારે ટાંકી મૂકવા માટેનું સ્ટ્રક્ચર અને બાજુમાં  હવાડો બનાવવા માટેનું કામ ગરીબ આદિવાસીઓના માથે નાંખી દીધું હતં. ભેજાબાજોએ આ કામ માટે સરકાર પાસેથી રૃા.૫ લાખ પડાવી લીધા હતા પરંતુ કોઇ કામ સુધ્ધા કર્યુ ન હતું.




Google NewsGoogle News