Get The App

નિઝામપુરાનું પરિવાર એક દિવસ માટે મુંબઈ ગયું અને ચોરો મકાનમાં સાફ સુફી કરી ગયા

Updated: Aug 6th, 2024

GS TEAM


Google News
Google News
નિઝામપુરાનું પરિવાર એક દિવસ માટે મુંબઈ ગયું અને ચોરો મકાનમાં સાફ સુફી કરી ગયા 1 - image


Vadodara Theft Case : વડોદરામાં બંધ મકાનોને ટાર્ગેટ કરતી કેટલીક ગેંગ ચાલું છે તેનો કિસ્સો આજે નિઝામપુરા વિસ્તારમાં જોવા મળ્યો છે. જેમાં માત્ર એક દિવસ માટે મુંબઈ ગયેલા પરિવારના મકાનમાંથી ચોરો દાગીના અને રોકડ ઉઠાવી ગયા હતા.

નિઝામપુરાની જયપ્રકાશ નગર સોસાયટીમાં રહેતા જશવંતભાઈને ત્યાં તેમની પુત્રી વિદેશ જવાની હોવાથી ગઈકાલે સવારે તેઓ પતિ પત્ની મુંબઈ એરપોર્ટ ગયા હતા. દીકરીને મૂકીને રાતની ટ્રેનમાં તેઓ વડોદરા પરત ફર્યા હતા.

સવારે તેઓ ઘરમાં આવ્યા ત્યારે તાળા તૂટેલા હતા અને સામાન વેરવિખેર હતો. તપાસ કરતા મધરાત બાદ બાઈક પર આવેલા બે ચોર ઘરમાંથી ચોરી કરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું. રોકડા રૂ.90 હજાર તેમજ સોનાના ચાર તોલાથી વધુ દાગીના અને ચાંદીના સિક્કા સહિતની ચીજ વસ્તુઓ ચોરી ગયા હતા. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :