માઉન્ટ એવરેસ્ટ સર કરનાર નિશા કુમારી હવે બીજા ૬ શિખરો પર તિરંગો ફરકાવશે
વડોદરાઃ દુનિયાના સૌથી ઉંચા એવરેસ્ટ શિખરને સર કરનાર વડોદરાની પહેલી પર્વતારોહક નિશા કુમારીએ હવે બીજા ૬ શિખરો સર કરવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે.
નિશા કુમારીએ ગત મે મહિનામાં જ એવરેસ્ટ પર સફળાતપૂર્વક આરોહણ કર્યુ હતુ.જોકે આ અભિયાનમાં તેને હિમ ડંખ લાગ્યો હતો અને તેને થોડા દિવસો સુધી હોસ્પિટલમાં પણ રહેવુ પડયુ હતુ.
હજી પણ તેના શરીર પરના ઘા રુઝાયા નથી પણ નિશા કુમારીએ હવે એવરેસ્ટ સિવાયના બીજા ૬ શિખરો સર કરવા માટે તૈયારીઓ શરુ કરી દીધા છે.સામાન્ય રીતે એવરેસ્ટ પર ચઢાઈ કરનારા પર્વતારોહક બીજા ૬ શિખરો પણ સર કરવાની ઈચ્છા ધરાવતા હોય છે.જેને સેવન પિક સમિટ તરીકે ઓળખવામાં આવે છે.
નિશા કુમારી આ ૬ શિખરો પર પણ તિરંગો ફરકાવવા માંગે છે અને આ માટેની ટ્રેનિગના ભાગરુપે તેણે ગઢવાલ રેન્જના બર્ફિલા પર્વતો પર ફરી આરોહણ શરુ કરી દીધુ છે.આ પર્વતો પર બરફના ઢગલા વચ્ચે કાતિલ ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે.એવરેસ્ટ સર કરતી વખતે થયેલી ઈજામાંથી હજી રિકવર થઈ રહેલી નિશા કુમારીએ દ્રઢ મનોબળના સહારે પોતાનુ લક્ષ્યાંક પાર પાડવા માટે મહેનત શરુ કરી દીધી છે.
નિશા કુમારી ઈચ્છે છે કે બીજા યુવાઓ પણ પર્વતારોહણની સાહસિક પ્રવૃત્તિ તરફ વળે.આ માટે તેણે એવરેસ્ટ બેઝ કેમ્પ પર એક ટ્રેનિંગ કેમ્પના આયોજન ોમાટે પણ ચક્રો ગતિમાન કર્યા છે