કલોલ તાલુકાના કોઠા ગામે જુગાર રમતા નવ શખ્સ ઝડપાયા
પોલીસે ૧૪ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
કલોલ : કલોલ તાલુકા પોલીસની ટીમે કોઠા ગામે જુગાર રમતા નવ જુગારીઓ
ઝડપી લીધા હતા. પોલીસે ખાનગી બાતમીને આધારે કોઠા ગામમાં રેડ પાડી હતી. જુગારીઓ
પાસેથી ૧૪,૭૮૦
રૃપિયાના મુદ્દા માલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
કલોલ તાલુકા પોલીસની ટીમ નારદીપુર વિસ્તારમાં પેટ્રોલિંગ
કરી રહી હતી ત્યારે ખાનગી માહિતી મળી હતી કે કોઠા ગામની સીમમાં જુગાર રમાઈ રહ્યો
છે. ખાનગી બાતમીને આધારે પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. અહીં નવ ઇસમો જુગાર રમી
રહ્યા હતા જેને પગલે જગ્યા કોર્ડન કરીને જુગારીઓને ઝડપી લીધા હતા.
પોલીસે જુગારીઓની અંગઝડતી કરીને ૧૪,૭૮૦ રૃપિયાનો
મુદ્દા માલ કબજે કર્યોે હતો. કલોલ તાલુકા પોલીસે મેલાજી ઠાકોર, રવિજી ઠાકોર, અમૃતભાઈ પરમાર, જીતુભાઈ નાયક, લાલાજી ઠાકોર, રાહુલ વાઘેલા,ઈશ્વરજી ઠાકોર, કાંતિજી ઠાકોર
અને અરવિંદજી ઠાકોરની અટકાયત કરીને કાર્યવાહી આરંભી છે.