વડોદરામાં રખડતા ઢોર માટે ખટંબામાં સાત કરોડના ખર્ચે નવો કેટલ શેડ બનશે

Updated: Sep 23rd, 2023


Google NewsGoogle News
વડોદરામાં રખડતા ઢોર માટે ખટંબામાં સાત કરોડના ખર્ચે નવો કેટલ શેડ બનશે 1 - image


- સ્વર્ણિમની ગ્રાન્ટમાંથી ચાર કરોડની જોગવાઈ સરકારે મંજૂર કરી

- નવા ઢોરવાડા બનાવવા અને તેની કેપેસિટીમાં વધારો કરવા સરકારની સૂચના

વડોદરા,તા.23 સપ્ટેમ્બર 2023,શનિવાર

સ્વર્ણિમ જયંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને રખડતાં ઢોર નિયંત્રણ માટે ચાર કરોડની ગ્રાન્ટની જોગવાઈ કરવામાં આવી છે આ માટે કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિએ દરખાસ્ત મંજૂર કરીને ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગરને સૈધ્ધાંતિક મંજુરી માટે મોકલવાની રહેશે. વડોદરા મહાનગરપાલિકાની દબાણ અને સિક્યુરીટી વિભાગ હસ્તક ઢોર પાર્ટી દ્રારા શહેરના જાહેર માર્ગો ઉપરથી રખડતાં પશુઓને પકડીને લાલબાગ, ખાસવાડી તથા ખટંબા સ્થિત ઢોર ડબ્બા [01 અને 02] ખાતે રાખવામાં આવે છે. સરકાર દ્વારા સમગ્ર રાજ્યની તમામ મહાનગર-પાલિકાઓમાં હાલ ઉપલબ્ધ પ્રત્યેક ઢોર-વાડાઓની ક્ષમતામાં વધારો કરવા તથા નવા ઢોર-વાડાનું નિર્માણ કરવા  સૂચના આપવામાં આવેલ છે.

 તા.21-10-2022 થી "સ્વર્ણિમ જ્યંતિ મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ 2023-24ની જોગવાઈમાંથી મહાનગરપાલિકાઓમાં રખડતાં ઢોર નિયંત્રણ માટેની 20 કરોડની જોગવાઈ પૈકી વડોદરા મહાનગરપાલિકા માટે 4 કરોડની જોગવાઈ કરવામાં આવીછે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિવિધ ઝોનમાં નવા ઢોર-ડબ્બાઓનું ખટંબા, જાંમ્બુઆ તેમજ કરોડીયા ખાતે નિર્માણ કરવામાં આયોજન વિચારેલું છે અને તે માટે ચાલુ વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવેલ છે. 

આમ, આગામી વર્ષમાં જાંમ્બુઆ/ખટંબા ખાતે ઢોર-ડબ્બાના નિર્માણ માટે અંદાજીત 7 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. નવિન ઢોર વાડાનું નિર્માણ કરવા જે સુચના આપવામાં આવેલ છે તે અંગે ખટંબા ખાતે રે.સ. 245માં કેટલ શેડ બનાવવામાં આવનાર છે. ખટંબા કેટલ શેડમાં આવેલ છે. કેટલ શેડ, પશુ હોસ્પિટલ, સિકયુરીટી કેબીન, ગ્રાસ સ્ટોર વગેરેનું સિવિલ વર્ક 6.77 કરોડના ખર્ચે કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગ સમિતિમાં મુલતવી રાખવામાં આવી છે.


Google NewsGoogle News