વડોદરા એસટી ડિવિઝનને ૩૭ કરોડના ખર્ચે ૧૦૧ નવી બસો મળી

Updated: Mar 7th, 2024


Google NewsGoogle News
વડોદરા એસટી ડિવિઝનને ૩૭ કરોડના ખર્ચે ૧૦૧ નવી બસો મળી 1 - image

વડોદરાઃ વડોદરા એસટી ડિવિઝનને ૧૦૧ નવી એસટી બસો મળી છે.વડોદરા ખાતેથી વાહન વ્યવહાર અને ગૃહ રાજ્ય મંત્રી  દ્વારા આ ૧૦૧ નવીન બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

હાલમાં સમગ્ર રાજ્યમાં ગુજરાત એસટી નિગમની ૮૦૦૦થી વધુ બસો દોડે છે અને રોજ ૨૭ લાખથી વધારે મુસાફરો તેમમાં મુસાફરી કરે છે.જેમાં સરકારે નવી બસોના કાફલાનો ઉમેરો કરવાનો નિર્ણય કર્યો છે.જેના ભાગરુપે વડોદરા એસટી ડિવિઝનને ૩૭ કરોડ રુપિયાના ખર્ચે નવી ૧૦૧ બસોની ફાળવણી કરવામાં આવી છે.

ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજયના છેવાડાના માનવીને અસરકારક જાહેર પરિવહનની સેવાઓ પૂરી પાડવા માટે સરકાર પ્રતિબધ્ધ છે. છેલ્લા ૧૪ મહિનામાં એસટી નિગમ દ્વારા ૨૧૬૨ નવી બસો પ્રજાની સેવામાં મુકવામાં આવી છે. આ નવી બસ સેવાઓ રાજ્યમાં મુસાફરોની સફર વધુ આરામદાયક તેમજ સગવડયુક્ત બનાવશે. આગામી પાંચ દિવસમાં ૫૦૦થી વધુ બસોનું લોકાર્પણ કરવામાં આવનાર છે. 

વડોદરા ખાતેથી લીલી ઝંડી બતાવીને આ બસોને રવાના કરવામાં આવી હતી.



Google NewsGoogle News